ત્રાસદાયક, ને કદી ન સાંભળેલું એવું દરદ, જે એને રાતદિવિસ કોરી ખાતું હતું ને એને જરાયે ચેન પડવા દેતું નહોતું, તે ઠઠ્ઠામશ્કરીનો સરસ વિષય ન હોય ! ખાસ કરીને સ્વાર્ટ્ઝની મશ્કરીઓ, હસાહસ ને ગતકડાંથી એને વિશેષ ખીજ ચડતી; કેમકે એ જોઈને તે પોતે દસ વરસ પર કેવો હતો તે એને યાદ આવતું.
એક્વાર ચાર ભાઇબંધો આવ્યા ને પાનાંની રમત શરૂ થઇ. નવાં પાનાંને નરમ પાડવાને ચીપનારે એને વાંકાં વાળ્યાં. ઇવાને હાથમાંનાં ચોકડીનાં પાનાં ગણી જોયાં તો સાત ચોકડી ! તેના ભેરુએ કહ્યું: ‘નો ટ્રપ.’ બીજી વારીમાં ઇવાનને ટેકો આપતાં કહ્યું: ‘બે ચોકડી.’ બસ આથી સારું શું જોઈએ ? તે બહુ હોંશમાં આવી ગયો, ને તેને જાણે નવી સ્ફુર્તિ આવી. હવે તો બધા હાથ આપણે જ કરીએ. પણ ત્યાં તો ઓચિંતું ઇવાનને પડખામાં દરદ થવા લાગ્યું; મોંનો સ્વાદ બગડવા લાગ્યો; તે એવી સ્થિતિમાં પાનાં શું, રમત શું, ને આનંદ શું બધી બેવકૂફી છે એમ તેને થવા લાગ્યું.
તેણે તેના ભેરુ મિખેલ સામે નજર નાખી. મિખેલે એનો મજબૂત હાથ ટેબલ પર પછાડ્યો; અને હાથ થયેલો તેનાં પાનાં પોતે લેવાને બદલે તે પાનાં વિવેકથી ને હળવે રહીને ઇવાન તરફ ખસેડ્યો, જેથી ઇવાન હાથ લાંબો કર્યા વિના જ તે પાનાં ભેગાં કરવાનો આનન્દ લઇ શકે. ઇવાનને થયું: ‘એ શું એમ માનતો હશે કે મારામાં હાથ લાંબો કરવા જેટલું પણ જોર નથી?’ આ વિચાર આડે પોતે શું કરે છે એનું ભાન રહ્યું નહીં, ને એણે પોતાને એ પરવા કેમ નહોતી વધારે પડતી બોલી કરી નાખી, ને ત્રણ હાથની હાર ખાધી. સૌથી બૂરી વાત તો એ બની કે કે આને લીધે મિખેલ કેટલો બેચેન થઇ ગયો એ ઇવાને જોયું, પણ એને પોતાને પરવા નહોતી. પોતાને એ પરવા કેમ નહોતી એ સમજાતાં એના પેટમાં ફાળ પડી.
સહુએ જોયું કે ઇવાનને દરદ થાય છે. તેમણે કહ્યું: ‘તમે થાક્યા હો તો બંધ કરીએ. આરામ લો.’ સૂઈ જાઉં ? ના, ના, થાક