પાછો હું તેનો ફરી વિચાર કરીશ —’ એ ધૂન તેના મનમાંથી જરા પણ ખસે જ નહીં. કામ પતી ગયું. એટલે એને યાદ આવ્યું કે આ ખાનગી કામ તે તો ‘ઍપેંડિક્સ’ વિષે વિચાર કરવાનું છે. પણ તે આ વિચારને વશ થયો નહીં, તે દીવાનખાનામાં ચા પીવા ગયો. ત્યાં કેટલાક જણ મળવા આવ્યા હતા. એમાં પેલો મૅજિસ્ટ્રેટ પણ હતો જેને આ દંપતી દીકરીને માટે સારો ‘મુરતિયો’ ગણતાં હતાં. દીવાનખાનામાં વાતચીત, પીઆનોનું વાદન, ગાયન વગેરે ચાલી રહ્યું હતું. પ્રાસ્કોવિયાએ કહ્યું તેમ, ઇવાને એ સાંજનો વખત અસાધારણ આનંદમાં ગાળ્યો. પણ પોતે ઍપેંડિક્સની અતિ અગત્યની બાબતનો વિચાર કરવાનો મુલતવી રાખ્યો છે એ વાત ઇવાન પળવાર પણ ભૂલ્યો નહોતો. અગિયાર વાગે તે સહુની વિદાય લઇ સૂવાના ઓરડામાં ગયો. માંદગી શરૂ થઇ ત્યારથી તે અભ્યાસખંડ જોડેના એક નાના ઓરડામાં એકલો સૂઇ રહેતો. તેણે કપડાં કાઢ્યાં, ઝોલાની એક નવલકથા લીધી; પણ વાંચવાને બદલે વિચારમાં પડી ગયો. એની કલ્પનામાં ઍપેંડિક્સમાં ધાર્યો સુધારો થઇ ગયો. દરદનો અંશ શરીરમાં ભળી જઈ બહાર નીકળી ગયો, ને શરીરને સંચો પાછો પહેલાંની જેમ કામ કરવા લાગ્યો. ‘હા, બરાબર એમ જ !’ તે મનમાં જ બોલી ઊઠ્યો. માણસ માત્ર કુદરતને મદદ કરે એટલે બસ છે.’ તેને દવા યાદ આવી એટલે ઊઠ્યો, દવા લીધી, ને ચત્તા સૂઇ રહી દવાની લાભદાયક અસર થઇ ને દુખાવો ઓછો થયો એ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. ‘હું દવા નિયમિત લઉં ને કરી પાળું એટલે બસ. મને સુવાણ લાગવા માંડ્યું છે. બહુ આરામ લાગે છે.’ તેણે પડખે હાથ ફેરવી જોયો. ત્યાં અડવાથી દુખતું નહોતું. ‘બરાબર, દરદ થતું જ નથી. મરી જવા આવ્યું જ સમજોને.’ તે દીવો હોલવી સૂઇ ગયો, ને પડખું ફેરવ્યું... ... ‘ઍપેંડિક્સ સુધરતું જાય છે, દરદ શમતું જાય છે.’ મનમાં આ રટણ ચાલતું હતું ત્યાં તો એકાએક જૂની, પરિચિત, ધીરીધીરી, કોતરી ખાનારી, હઠીલી ને ગંભીર વેદના
પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬૧
દેખાવ