નથી; હજુ વધારે તીવ્ર વેદના ભોગવવી પડશે ને છેવટે મોત આવશે એટલું જ. એક વાત એ બધાં જાણતાં હતાં અને તે પોતે જાણતો હતો, પણ તે પેલાં લોકો કબૂલ કરવા નહોતાં માગતાં, એની ભયંકર સ્થિતિ વિષે તેની આગળ સહુ જૂઠું બોલવા માગતાં હતાં, એટલું જ નહીં પણ એ પોતે પણ એમાં ભાગ લે એમ ઇચ્છતાં હતાં, ને એમાં ભાગ લેવાની એને બળજબરીથી ફરજ પાડતાં હતાં. —આ છેતરપિંડીથી એનું ચિત્ત વલોવાઈ રહ્યું હતું. એ લોકો એના મરણની ઘડીએ એને માથે ઊભાં રહીને જૂઠાણું ચલાવી રહ્યાં હતાં. આ જે ભીષણ ને ગંભીર પ્રસંગ હતો તેને તેઓ એ જૂઠાણાં વડે, પોતાની મુલાકાતો, પોતાના પડદા, ને પોતાને ખાવાની માછલીના જેવા હીન કોટિનો બનાવી દેવા માગતાં હતાં. એ જોઇ ઇવાનને ભયંકર વેદના થતી. ઘણીવાર તો તેઓ અને માથે ઊભાં રહી આ બધા તમાશા કરતાં હોય તે વેળા આ બોલ એને હોઠે આવીને અટકી ગયા : ‘આ જૂઠાણું બંધ કરી દો હવે! તમે જાણો છો ને હું પણ જાણું છું કે હું મરવા પડ્યો છુ. ત્યારે એને વિષે કંઇ નહીં તો જૂઠું બોલવાનું તો બંધ કરો!’ પણ આટલું બોલતાં તેનો જીવ કદી ચાલ્યો નહોતો. તે જોઇ શકતો હતો કે તેના મરણની જે ભીષણ ને ભયાનક ક્રિયા હતી તે જાણે આકસ્મિક, અભદ્ર, ને અસભ્યમાં ગણાય એવી ઘટના હોય (જાણે કોઇ માણસ દુર્ગંધ ફેલાવતું દીવાનખાનામાં પ્રવેશ કરતું હોય) એવો દેખાવ આસપાસનાં માણસોએ કરી મૂક્યો હતો. જે સભ્યતા ને શિષ્ટાચારની તેણે જિંદગીભર સેવા કરી હતી તેને નામે જ આ વસ્તુ થઇ રહી હતી. તેણે જોયું કે કોઇને એને માટે લાગણી થતી નથી, કેમકે કોઇ એની સ્થિતિ સમજવા પણ માગતું નથી. માત્ર જિરાસીમ તે સમજતો હતો ને તેની દયા ખાતો હતો. એટલે ઇવાનને એના એકલાની સાથે જ ફાવતું. જિરાસીમ એના પગ પોતાને ખભે (કેટલીકવાર તો આખી રાત) ટેકવી રાખે ત્યારે
પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૩
દેખાવ