લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
 


પર, બની. એ જ વખતે એનો નાનો છોકરો ધીરે રહીને ઓરડામાં આવ્યો હતો ને ખાટલા પર પહોંચી ગયો હતો. મરણપથારીએ પડેલો દર્દી હજુ ચીસેચીસ પાડતો હતો ને હાથ વડે જોરથી બાથોડિયાં મારતો હતો. તેના હાથ છોકરાના માથા પર પડ્યો. છોકરાએ તે પકડી લીધો, પોતાના હોઠ સાથે દબાવ્યો, ને રોવા માંડ્યું.

એ જ ક્ષણે ઇવાન બખોલમાં સરી પડ્યો ને એને અજવાળાની ઝાંખી થઇ. એ અજવાળામાં તેને દેખાયું કે મારું જીવન જેવું જવું જોઇતું હતું તેવું નથી ગયું એ સાચું, છતાં હજુ એમાં સુધારો કરી શકાશે. તેણે મનમાં પૂછ્યું: ‘સારું વર્તન શાને કહેવાય?’ તે શાન્ત થઇ એકચિત્તે સાંભળી રહ્યો. પછી એને લાગ્યું જાણે કોઇ એના હાથને ચૂમી લઇ રહ્યું છે. એણે આંખ ઉઘાડી, છોકરા સામે જોયું, ને તેને માટે એને ખેદ થયો. તેની પત્ની પાસે આવી, ને ઇવાને તેની સામે નજર નાખી. તે મોઢું ફાડીને એની સામે જોઇ રહી હતી. તેના નાક ને ગાલ પર તાજાં આંસુ હતાં, ને મોઢા પર નિરાશા છવાઇ ગયેલી હતી. ઇવાનને એને માટે પણ ખેદ થયો.

તેને થયું : ‘હા, હું એમને દુઃખી કરી રહ્યો છું, એમને અત્યારે દુઃખ થાય છે, પણ હું મરી જઇશ એટલે બિચારાં છૂટશે.’ અને આ વાત કહેવાનું મન થયું, પણ એટલું બોલવાની શક્તિ એનામાં નહોતી. તેણે પત્ની સામે જોઇ છોકરો બતાવ્યો ને કહ્યું : ‘એને લઇ જા.....એને માટે ખેદ થાય છે......તારે માટે પણ ખેદ થાય છે......’ તે ઉમેરવા માગતો હતો : ‘મને માફ કર,’ પણ બોલાયું ‘માખ’ ને તેણે હાઠ લંબાવ્યો. તેને ખબર હતી કે જે અંતર્યામીની સમજ ખરી અગત્યની છે તે તો મનનો ખરો ભાવ સમજવાનો જ છે.

અને એકાએક તેને સાફસાફ દેખાયું કે જે દરદ એને ત્રાહ્ય ત્રાહ્ય પોકારાવી રહ્યું હતું તે ઘડીવાર છોડતું નહોતું તે બધું એકદમ એક બાજુથી, દસ બાજુથી, બધી બાજુથી સરી પડતું હતું.