પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહા માસમાં ન પડે સીત, મોંઘુ જાનો અન્ન ખચીત;
પંચ હોય મા'માં રવિવાર, તો જોશી તું કાળ વિચાર. (૨૯)

અજવાળી છઠ મા' તણો, વાર હોય જો ચંદ્ર;
તેલ ઘીજ સાંધુ નહીં, ભાવે સાચો છંદ. (૩૦)

ગાજે નહિં મા' છઠ દિને, મોંઘો હોય કપાસ;
સાતમ દેખો નિર્મળી, તો નવ સારી આશ. (૩૧)

મહા સુદી જો સપ્તમી, સુર્ય નિર્મળો હોય;
ભડળી ભાખે એમ જે જળ વિણ પૃથ્વી જોય. (૩૨)

સપ્તમિ મા' ની ઉજળી, વાદળ મેઘ કરંત;
અશાડમાં ભડળી કહે, ઘણો મેઘ કરંત; (૩૩)

મા' સુદી જો સપ્તમી, હેમ વીજળી હોય;
વરસે ચ્યારે માસમાં, શોચ કરો નવ કોય. (૩૪)

મહા સુધી હો સપ્તમી, સોમવારિ દિસંત;
કાળ પડે રાજા લઢે, નર સઘળાજ ભમંત. (૩૫)

મા' જો સાતમ ઉજળી, આઠમ વાદળ હોય;
અશાડમાં તો ધુળિયા, વરષા જોશી જોય. (૩૬)

ચંદ્ર આઠમે નિર્મળ હોય, વાદળમાં સૂરજ જો જોય;
તો ના'સે રાજા ભય લેવ, એમ કહે જોશી સે'દેવ. (૩૬)

મા' ની નવમી નિર્મળી, તો સુધો અષાડ;