પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨૭–ગૌરવામાં સન્નારીએ પૂજ્યપાદ શ્રીરામકૃષ્ણ પરમહંસ- દેવના અધિક સમાગમમાં આવીને તેમની કૃપા અને આદરને પાત્ર બની હતી, તેમાંની મુખ્ય ગૌરદાસી હતી. લેાકે એમને ‘ગૌરીમા ’ના નામથી વધારે એળખતા. એ એક બ્રાહ્મણુકન્યા હતાં. બાલ્યા- વસ્થામાંથી પાર ઊતરતાં વાર જ તેમના હૃદયમાં પરમાતત્ત્વ સંબંધી સૂમભાવ ઉત્પન્ન થવા લાગ્યા હતે. ધરણીને સાસરે ગયા પછી પૂજાપાઠ અને ભજનકીનમાં એમને વખત જ. વિષયાસક્ત ટૂંકી બુદ્ધિના પુરુષો પેાતાની ઓને સન્યાસિની થયેલી જોવી ક્યારે પસદ કરે છે? એમને! પતિ એથી ઘણા નારાજ રહેવા લાગ્યા અને મેણાં તથા કડવાં વચનાથી એમને સતાપવા લાગ્યા; એથી કાંટાળીને એક રાત્રે પહેયે લૂગડે એ ઘર- માંથી નીકળી પડ્યાં અને વિચરતાં વિચરતાં નવદ્વીપમાં એક વૈષ્ણવની પાસે જઈ પહેાંચ્યાં અને ત્યાં જ એમની પાસે દીક્ષા લઈ ને ગૌરદાઝી નામ ધારણ કર્યું. બ્રુવમત્રથી દીક્ષા લીધા પછી, એ બળરામખાણુના ધરમાં અને કદી કદી વૃંદાવનમાં એમની જમાં રહેતાં. એ જ સમયમાં પરમહુ'સદેવ સાથે એમનેા મેળાપ થયા. એ પરમહંસદેવને ગૌરાંગના અવતારરૂપ ગણતાં અને એ જ પ્રમાણે એમના પ્રત્યે ભક્તિ દાખવતાં. પરમહંસદેવના ભક્તો પ્રત્યે પણ એમને વાત્સલ્યભાવ હતેા. માલપૂડા અને બીજા પક- વાન્ન તે પાતાને હાથે બનાવીને દક્ષિણેશ્વર લઇ જતાં. ભક્તો પેટ ભરીને એ મહાપ્રસાદ જમતા.

  • .

એમની પ્રેમભક્તિ દર્શાવનારે એક પ્રસંગ રામકૃષ્ણદેવના જીવનમાં નોંધાયેલે છે. એક દિવસ કેટલાક ભક્તો એકઠા થયા હતા. મધ્યાહ્નકાળે ગૌરીમાતાએ પોતાને હાથે રસેાઈ કરીને પરમહંસદેવને ભેાજન પીરસ્યું. ત્યાર પછી પરમહંસદેવે ભક્ત

પર

{{{}}}
pagenum.