પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૨૧
 

વૈરાગ્ય ઘેરી ઘેરી રહે દુશ્મનનાં જૂથડાં, આત્મા અડગ એને વચ્ચે ઝૂઝે; જગમાં અલખ રણહાક એની ગાજતી દેવનાં સિહાસન સ્વગે ધ્રૂજે ! જોગીની જહાંગીરી એ રે જોગીએ જીત્યાં તનમનનાં કેટડાં, જીત્યાં બ્રહ્માંડ એણે દમમાં ઘૂંટી; મૃત્યુ નિચાવી પીધા અમૃતના ઘૂંટડા એ ૨ જોગીએ લીધા હિરને લૂંટી ! જોગીની જહાંગીરી વાજે છે દેવતાનાં દુંદુભિ સ્વર્ગમાં, વરસે છે દુનિયામાં રસની ઝડી ધન્ય હા જોગીની જહાંગીરી, નાથજી! જગને કલ્યાણની ખુઠ્ઠી જડી! જોગીની જહાંગીરી ર૧