પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
ભજનિકા
 

૩૪ પાછળ છે આખી આ પૃથ્વી, પ્રવાસી હા ! સામે આ સિધુ છે સભર ભર્યો : એ ૨ દિસે મારા સાહેમાની નાવડી! આ રે દિગંતના ન્યાતિના ! પૂર્વ પ્રભાત આ પડતાખડતા ભૂલ્યા પંથે, પ્રવાસી હા! આવ્યા છે વાટના વિસામા હવે; આવે આવે મારા સાહેબાની નાવડી, લેશે ઉપાડી થાક્યા આત્મા ભવે : પૂર્વે પ્રભાત આ વાટે વહ્યાં કંઇ પેાટલાં, પ્રવાસી હા! આજે કિનારે આ પડતાં મૂકું; ઝીણી હલેતી મારા સાહેબાની નાવડી રખે આ સાગરે ચઢતાં ચૂકું ! પૂર્વે પ્રભાત આ કાંઠે પ્રકાશપાટ નાખ્યા, પ્રવાસી હા! અંદર લેવા કર સાહેબે ધરે; ફૂલે લે મારા સાહેબાની નાવડી : જાણું કે ઊંઘું? મને સ્વમાં સરે! પૂર્વ પ્રભાત આ ભજનિકા