આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ભજનિકા
પાંખડી - રાગ ધનાશ્રી-લાવણી મારા કર ધરની! ડગમગ પગ મુજ ડાલે, રિવર! ખળ અંતર ભરની ! મારા કર ધરની!— થયા પ્રકાશ પ્રગટ તુજ ત્યારે રહ્યું હૃદય મુજ સૂતું; ભમ્યા ભટકતા અંધારે હું થયું થવાનું હતું : મારા કર ધરની ! કાળ વીત્યા ને ઊઘડી આંખા, ગઈ સપનાંની માયા ; સાં સરવર દેખી તીર પર હંસ પછાડે કાયા : મારા કર ધરની! ઝળતા સૂરજ લાગે ઝાંખા, જોઈ જોઈ આંખા ચાળું ; ચંદ્રે અગન ઝરે, ને તારા લાગે ભૂતડાં-ટોળું : ભજનિકા મારા કર ધરની! ૧ ૩