પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝુમ0 – બીન, બીન, ગાંડી ન થા . (ચ્હીડવાઈને) નથુશા, આ તમારા ઘરનો ઢંગ શો ? આ નીચ જાત તરકડાને અને ગાંયઝાને માથે શિદ ચ્હડાવી મ્હેલ્યાશે. હું કાંય મારી શોડીને ઠેકડી કરાવવા હિંયા નથી લાવ્યો.

હજામ0 – ઠેકડી નહિ ઠઠ્ઠો.

કમા૦- મ્હોં સમાલકર બોલ બે બકાલ ! અમકું નહિ પીછાનતા હૈ ? તેરા સીર તોડ ડાલુંગા.

નથ્થુ0 – કમાલિયા ! કમાલિયા ! મત બોલ.

ઝુમ0 – પીંજરડાને મીજાજ કેટલો છ !

કમા૦- તેરા બાવા પીંજારા.

નથ્થુ0 – અરે ! હં ! હં !

ઝુમ0 – પીંજારડા, મને શુરતી દીઠો કે ? રોંડના તારૂં માથું જ ભાંજી નાખ્યો જો. ઓળખે છે મને.

કમા૦- જા. જા. સાલ્લે , હીંગ તોલ, હીંગ તોલ.

નથ્થુ૦ – (ચ્હીડીને) કમાલિયા ? મડવાનો થયોછ કે ?

હજામ0 – કાકા , તમે પાછું તમારૂં કામ ચલાવો એટલે બધા ચૂપ રહેશે.

નથ્થુ0 – રંગમાં ભંગ કરી નાંખ્યો. (પાછો ચંદા સામું જોવા લાગે છે.)ઝુમખશાહ, એના રૂપમાં તો કંઈ કસર નથી.

કમા૦- (મનમાં) સાલે હીંગ તોલું અમ સિપાઈ બચ્ચેકું ગાલી બોલતા હૈ, જનમમેં કિસીકી ગાલી નહિ સુની હૈ.

ઝુમ૦-મારે મ્હોડે શેઠ, વખાણ કરું તે શોભે નહિ, બાકી એવી ફુટડી શોડી અમારા આખા ગોમમાં કોય નથી.

હજામ- ખરી કહોછો. અમારા આવા સુરતમાં કોઈ રામજણી પણ એવું રૂપ મ્હેં દીઠું નથી તો.

નથ્થુ૦- ઝુમખશા, રૂપમાં કંઈ કસર નથી. લખ્યા કરતાં બેચંદા સરસ છે. એની કોટ કેવી છે ! પાની પીએ તો પણ દેખાય.

ઝુમ૦- એતો શેઠ તમે ભૂલ્યા. તમારા શુરતી જેવા અમારા છોરૂ પોંગળાં નહિતો. એતો ધાબડધીંગા.

નથ્થુ૦- અરે ઝુમખાંશાહ, હુંતો વખાણ કરૂં છું. અમારે ત્યાં કોઈ બૈરી ઘણી રૂપાળી હોય, ત્હારે તેને એમ કહેછે.

કમા૦- સેઠ, એક મ્હેરી બાત સુન લો.

ઝુમ૦- હુંઅ! વખાણ કરોછો ત્યારે તો ઠીક. પાણી પીએ ત્યારે પણ દેખાય છે, એ વાતતો ખરીછે.

કમા૦- સેઠ, તુમ મેરી એક બાત સુનો. ક્યા દીવાના હોકર ઓ રંડીકી તારીફ.-

નથ્થુ૦- કમ્બખત ! એને કંઈ કહેશે, તો તો હું કહાડીજ મુકીશ ને ચઢેલો પગારે નહિ આપું.