પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિવ૦-આતાહૈ ! એની જોડી તો લાવો. છ મહિના ઉપર એક બૈરીની સઘળા વૈદોએ આશા છોડીતી, અને ખરેખર એને બોલાવ્યો ત્યારે તો તે ચોકે મુએલીજ પડી હતી. પણ એણે જતાં વારનેજ, કંઈ પાતરાં જોડે લાવ્યો હતો તેને વાટીને પાંચદશ ટીપાં તેના મ્હોમાં મૂક્યા, અને તે ટીંપા તેના ગળામાં ઉતર્યા નહિ, એટલામાં તો તે બૈરી ચોકેથી ઉઠીને ફરવા લાગી.

કમા૦-અજબ !

શિવ૦-અરે ! પંદર દહાડાપર એક પોર્યો માળાપરથી પડી ગયો તો તેના હાથપગ, ને માથું, એ સઘળું ભાગી ને લોહીલોહાણ થઈ ગયુંતું પણ આપણા વૈદની જરા પૂજા કરીને ત્યાં તેડી ગયા એણે કંઈ એવું તેલ તેને શરીરે ચોળાવ્યું, કે દેખદેખતાં તે છોકરો ઉઠીને રમવા દોડી ગયો.

હરિ૦-ઓ ! નવાઈ ! નવાઈ !

કમા૦-શોભાન અલ્લા ! બડા અજબ ઈલમી !

હરિ૦-પણ મુંગાંને સારા કરેછે ?

શિવ૦-મુંગાના સ્હા ભારછે ? અમારા ગામના જોશ્હીની વહુ જન્મની મુંગી હતી, તેની જીભ ઉપર એણે કંઈ એવો લેપ ચોપડાવ્યો, કે જોસ્હી બાર રાસી ગણે તો બાવી ગણે એવી થઈ છે.

હરિ૦-એજ વૈદને તેડવા મોકલ્યા હસે.

શિવ૦-હું કહુંછું તે વૈદ તો ઓ પેલો આવે.

કમા૦-કહા ? ઓ !

શિવ૦-એજ, એ આપણને જોઈને ભરાઈ જાય છે.

કમા૦-ચલબે, હરિયા, ઝપટશે, અબી બાત કરનેકા બખત નહિ હૈ. બાઈ, તુમને બોત મ્હેરબાની કીઈ.

શિવ૦-જાઓ. પણ જોજો હો ! મારતાં આલસ નહિ કરતા. મ્હાદેવ કરશે તો તમારું કામ પાડ પડશે (મનમાં) મારુંતો પાર પડશેજ.

હરિ૦-અમે એ વાતમાં કસર કરીએ એવા નથી તો.

-૦-
પ્રવેશ ૨ જો
(સ્થળ - ગામનું ગાંદરૂં.)

ભોળા૦-ઓ ! ધગડું ક્યાંથી આવ્યું ? કાંઈ નહિ હમણાં મિળાવી લઈએછ. (મોટેથી) અહિં ! મિયા સાહેબ ! તબીયત અચ્છી હૈં.

કમા૦-મહારાજ, આપકા ગુલામ અચ્છા હૈં.

ભોળા૦-નારે, મિયાં સાહેબ, અમે તમારા ગુલામ.

કમા૦-હમેરા બડા નશીબ કે આપકી મુકાકાત હુઈ.

ભોળા૦-નહિરે, મિયાં સાહેબ, અમરા નસીબ. (મનમાં) પૂરાં ભોગ ! ભારા છીનવી લઈ જવનો. કોઈ સ્હસ્હરાની સ્હવારી બવારીની મ્હોંકાણ પડી હોસ્હે.