પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભોળા૦-ત્યારે લો ! લો ! (નથ્થુકાકાને મારે છે.)

નથ્થુ૦-ઓરે! લો શું પથ્થર? આ તે કંઈ રીત છે?

ભોળા૦-મેં તમને વૈદું આપ્યું. હું એજ વિદ્યા ભણ્યાથી વૈદ થયોછું.

નથ્થુ૦-આ અડધ પાંસળીને કહાંથી લાવ્યા છ?

હરિ૦-સેઠ, મેં તમને કહ્યુંતું કની, એતો જરા મીજાસ એવો એનોજ છે.

નથ્થુ૦-એવો તે સાળો મીજાસ કેવો? મારી સાથે એવો મીજસ નહિં ચાલે.

ભોળા૦-શેઠ, માફ કરજો, માફ કરજો હો.

નથ્થુ૦-વારૂ, એકવારની કંઈ ફિકર નહિ.

ભોળા૦-મારા હાથને વા થઈ આવ્યો તેથી હું દિલગિર છું.

નથ્થુ૦- કંઈ ફિકર નહિ, કંઈ ફિકર નહિ.

ભોળા૦-મ્હેં આ પાંચ દશ તમાચા, સેઠ, તમને ચ્હોડી કહાડયો તે બહુ ખોટું-

નથ્થુ૦-હવે એ વાતજ જવાદો. હોય, ફિકર નહિ. મહારાજ એને બહુ કપરો રોગ-

ભોળા૦-બહુસારૂં, બહુસારૂં. હુંતો મહાદેવની પૂજા કરીને રોજ એમજ માગુંછું કે, તમને તથા તમારા ઘરના સઘળાને કપરો રોગ થાય કે તમારી નોકરી બજાવવાનું મ્હારું કેટલું મન છે તે તમને માલમ પડે.

નથ્થુ૦-મહારાજ, તમારી તો કિરપાજા છે કની.

ભોળા૦- સેઠ, હું જુઠું નથી કહેતો, મ્હારા ખરા દીલથી કહું છું.

નથ્થુ૦-હું પણ મારા ખરા દીલથી માનું છઉં. હવે ચલો તો ઘરમાં.

-૦-

પ્રવેશ ૪ થો

(સ્થળ : ઝૂમખાશાહનો ઉતારો.)

ભોળા૦- કેમછે ઠુમકાશાહ?

ઝુમ૦-મહારાજ, મ્હારૂં નામતો ઝુમખો છે.

ભોળા૦-ભુલ્યો માફ કરજો . કનકવાને ઠુમકા મારેછ કની, તે બોલ મ્હોડે રહી ગએલો તેથી એમ બોલાઈ ગયું. હવે નહિ ભુલું. વારૂં જુંમાખાં-

હજા૦-મહારાજ જુંમાખાં તો મુસલમાનનું નામ.

ભોળા૦-ભેંસમુંડા ! વચમાં મુંડી ઘાલવાનું તને કોણે કહ્યું? બચારા પરદેશીની મજાક કરેછ કે?

હજા૦- એનું નામ જુંમાખાં છે, કે મેં મજાક કરી એમ કહેવાય.

ભોળા૦-એણે પોતે મને કહ્યું તે કરતાં તું વધારે જાણે કે?

નથ્થુ૦- મહારાજ, એમનું નામ તો ઝુમખાંશાહ.

ભોળા૦-સેઠ, એ ઝાંજના જેવું ઝુમઝુમિયું નામ મને તો નહિ આવડે.

નથ્થુ૦-વારૂ મહારાજ, હવે એની નાડ જુઓ.

ભોળા૦-સેઠ, તમારે તમારી પોરીની ચંતા નહિ રાખવી.