પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હજા૦-મહારાજ, એ સેઠની પોરી કહાં છે?

ભોળા૦- પોર્યાની પોરી હોસ્હે. પણે તે પોરીજ કહેવાય.

નથ્થુ૦-મહારાજ, એતો હું પનવાનોછ તે કણ્યા.

ભોળા૦-અરર ! મ્હેંતો મુરતમાંજ પંચમાસીનું છમાસી કીધું. પણ સેઠ, અજાણ્યો ને આંધળો બરાબર.

નથ્થુ૦-હોય,તમે સું જાનો?

ભોળા૦-આ બૈરી – અરે – નાની છોકરીના મ્હોં ઉપર રોગતો કોઈ જણાતો નથી. એને તો ગોકુળિયો રોગ થયો છે.

નથ્થુ૦-વૈદરાજ, એતો હસે છે.

ભોળા૦-એતો સારૂં માંદું માણસ હસે ત્યારે એમ જાણવું કે રોગા જવાનો.

વારૂ, (મનમાં) એને શું કહું ? બહેન કહેવી પડશે. હોય, બધા વૈદ કહેછ કની, કહી તેમાં કંઇ થઈ ગઈ? (મ્હોટેથી) વારૂ, બહેન, તને શું થયું છે? શો રોગ છે?

ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!

ભોળા૦-શું કહેછ, બહેન?

ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!

ભોળા૦-શું ? શું ? શું ?

ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!

ભોળા૦- ઊંઊંઊંઊં! તે શું ? એમાં મને એક અક્ષર સમજણ પડતી નથી. આ તો સ્હસ્હરી જાતની બોલી?

ઝુમ૦-વૈદરાજ, એજ રોગછે તો. એ મુંગી થઈછે અને તેનું કારણ કંઈ માલમ પડતું નથી. અને એ રોગને લીધે તો એનાં લગન અટકી રહ્યાંછે.

ભોળા૦-હેં ! જીભ બંધ થઈ તેમાં શું બગડ્યું?

ઝુમ૦-શેઠ મુંગીને પરાણવાની ના કહેછ.

ભોળા૦-વા ! એવો તો મૂરખ કોણ, કે જેને મુંગી બૈરી નહિ ગમે? વારૂ. આ ઊંઊંઊં રોઅથી કંઈ દરદ થાય છે?

ઝુમ૦-ના, દરદ તો કંઈ નથી થતું.

ભોળા૦-એ નઠારૂં. રોગ માંહેનોમાંહે ઘુમરાયા કરેછ. વારૂ, ખાવાપર રૂચિ થાયછે?

ઝુમ૦-થાય છે તો ખરી.

ભોળા૦-સેઠ, મને એજ ડર હતો. આવા રોગમાં ખાધા પર રૂચિ થાય તે બહુ ખોટું. એતો પેટનો દાહ, સેઠ, પેટનો દાહ. (મનમાં) કોઈને ત્યાં ઓસડ કરવા જઈએ ત્યારે પહેલાં તો સારૂં હોય તોપણ બધુંનઠારું જ કહેવું, કે ઘરનાં ડરે, ને પછી સારૂં થાય તો આપણને જશ મળે, ને મરે તો કાસળ જાય.

નથ્થુ૦-વારૂ મહારાજ, હવે નાડ જુઓની.

ભોળા૦-જોઊંછું. શેઠ જોઊંછું, આવતાં વારને તરત નાડ જોવાની ધૂર્તશાસ્ત્રમાં ના કહી છે.