પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હજા૦-હા રે મારે પણ કોઈક દહાડો વૈદને ત્હાં જવું પડેછે, ત્યારે કંઈ નહિ તોપણ ઘડી એક વાત કર્યા પછીજ નાડ હાથમાં પકડેછે.

ભોળા૦-(મનમાં) વાત કરાવે નહિ તો પછી રોગ જાણે કહાંથી? (મ્હોટેથી) તેનુંકારણ એમછે કે ચાલવાના શ્રમથી નાડમાં ફેર પડી જાય છે. ઘડીએક બેસે ત્યારે નાડ પાછી ઠેકાણે આવે.

નથ્થુ૦-પણ એને કહાં ચાલવું પડ્યુંછ?

ભોળા૦-(મનમાં) આતો શેઠે પકડ્યા હો. (મોટેથી) પણ હું ચાલીને આવ્યોછકની, સેઠ, જોનાર હું કે બીજો. સેઠ, નાડિજ્ઞાન બહુ દુર્લભ છે, સહેજ વાત નથી. એના ઊંડા ભેદ છે. કાંઈ વિદ્યા પણ જોઈએ, ને કાંઈ તરક પણ જોઈએ.

ઝુમ૦-સેઠ, શાસ્તરની વાતો આપણે શું સમજીએ?

ભોળા૦-વારૂ, બહેન, ત્હારો હાથ લાવતો (ચંદા હાથ આગળ કરે છે) ઓ હે!! આ નાડ ! મુંગી થાય તેમાં નવાઈ શી? નાડ જ મુંગી થઈ ગઈ છે તો, (મનમાં) હું નાડ ક્યાંછ તેજ નથી જાણતો એટલે મ્હારે મન તો મુંગીજ છે તો.

ઝુમ૦-પરીક્ષા તો બરાબર કીધી.

ભોળા૦-અરે સેઠ, નાડ તો મુડદાના જેવી મુંગી થઈ ગઈ છે. રોગ બહુ ફેલી ગયો છે. જો એક ઘડી મોડો મને બોલાવ્યો હોત, તો આ કામ હાથમાં રહેત નહિ. સેઠ રોગ બહુ કપરોછે, બહુ કપરો છે. પુછવાનીજ વાત જ નહિ.

નથ્થુ૦-વૈદરાજ , તમારી ખબડદારીની આગળ એ રોગના સા ભારછે? તમારાં પગલાં થયાં એટલે બધાં સારાં વાનાં થસે.

ભોળા૦-તે તો ખરૂં, સેઠ પણ અમે વૈદલોક કંઈ પરમેશ્વરના દીકરા નથી. અમારા લાખ્યા પહોંચે ત્યાં લગી તો અમે કરવામાં કંઈ કસર નહિ રાખિયે પણ એની નાડ તો જુવો, આવી નાડ તો મેં મારા જનમમાં કોઈની જોઈ નથી.

ઝુમ૦-વૈદરાજ, તમારે ખોળે માથું મુક્યું છે.

નથ્થુ૦-મહરાજ, તમારે સરણે આવ્યા છઈએ; મારો કે ઉગારો.

ભોળા૦-સેઠ, હું કઈ મારૂં ચાલશે ત્યાં લગી આળસ કરવાનોછ? કંકુનો ચંલ્લો સૌને વહાલો છે. પણ શાસ્ત્રમાં કહ્યું છે :-

गद्धा चलंतो पितरोग जाण्यं, कुत्तेषु वायु गरमी बिलाडा:
मुंगीश्च नाडे सकळं रोगाणी, आशा न तस्यं नच नारि सत्यं.

એટલે "ગદ્ધા ચલંતી પિત્તરોગ જાણ્યું" કહેતાં ગદ્ધા ચલતી એટલે ગધેડાની પેઠે ચાલે છે એવી જે નાડ તે ઉપરથી પિત એવો જે રોગ તે જાણવો. (એ પ્રમાણે શ્લોક દરેક વાર ઉથલાવી ઉથલાવીને) કુતરાને પેથે ચાલે તે વાયુ, અને ગરમી ક્યારે જાણવી કે બિલાડાની પઠે ચાલતી હોય ત્યારે; પણ मुंगीश्चनाडे એટલે જો મુંગી નાડ