પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હોય તો સો રોગ વ્યાપી રહ્યા છે એમ જાણવું. आशा न तस्यं કહેતાં તેની આશા ન રાખવી, જેમકે એટલેनच नारि सत्यं એટલે નારિ કહેતાં સ્ત્રી તેનામાં સત્ય કહેતાં સાચું બોલવાની જ્ઞાની પુરુષો આશા રાખતા નથી.

ઝુમ૦-અરર! મહારાજ એમશું બોલોછો? મ્હારે તો ઓંધળાની ઓંખ્યછે.(આંખમં આંસુ ભરાઈ આવે છે.)

ભોળા૦-આપણા હિંદુ લોકો રડવામાંજ તૈયાર. અંગ્રેજ લોકો હઈયાના કેવા કઠણ હોય છે.

નથ્થુ૦-અરે !અરે !શીજી મહારાજ, ઘડપનમાં કેમ કેમ કરતાં આ રતણ મને મળતું તું તે હાથમાંથી જતું રહેવાનું કે?

ઝુમ૦-અરે ભગવાન ! આ શોડીને પરન્યા પછી આ રોગ લાગ્યો હોત તો આટલું નહિ લાગત.

ભોળા૦-જાઓ, જાઓ, સેઠ એમ શું બોલો છો? તમે પૈસાના સગા દેખાઓ છો, માણસ નથી.

ઝુમ૦-મહારાજ, મ્હોડેજ કહેવાયછ. શોડી પરણાવતા જેને ખરચ લાગેછે, તે પરણ્યા પહેલા કે પરણ્યા પછી મૂઈ વાંછેછ?

નથ્થુ૦-વૈદરાજ, તમે જો એને સારૂં કરો તો સો રૂપીઆની મ્હારે તમને કંઠી પહેરાવવી.

ભોળા૦-(મનમાં) આટલા ડરાવ્યા તો સો રૂપિયા આપવા તૈયાર થાયછ. હવે જરા હિંમત આપીએ. (મોટેથી) રૂપિયાનું તો કાંઈ નહિ. હું તો જશનો ભુખ્યોછું. જગતમાં કહેવત છે કે ઉંઉંનું ઓશડ નહિ, પણ મહાદેવજી કરે તો હું એને બોલતી કરૂં ત્યારેજ મ્હારૂં નામ ખરૂં.

ઝુમ૦- વૈદરાજ, હું પણ તમારો ગણ વેસરવાનો નથી, ફુલ નહિ તો ફુલની પાંખડી, પણ હું તમારી શેવા કર્યો.

નથ્થુ૦-વારૂ વૈદરાજ, એ રોગનું નામ શું?

ભોળા૦-એના શાસ્ત્રમાં, સેઠ ઘનાં પ્રકાર લખ્યા છે. એકનું નામ ક્ષુદ્રઘંટિકા, બીજાનું નામ અશ્વસ્થામા, ત્રીજાનું નામ ત્રિપુટસુંદરી, ચોથાનું નામ અનુષ્ટુપછંદ, પાંચમાંનું નામ યજુર્વેદ અને છઠ્ઠાનું નામ જામદગ્નિ.

ઝુમ૦-ઓહો ! કેવાં કેવાં નામ એમને આવડેછ.

ભોળા૦-સેઠ, એવા છ પ્રકારનો એ રોગ થાય છે. એ અક્કેક પ્રકારના પાછા વીસવીસ પ્રકારછે. પણ તમને સમજણ નહિ પડે તેથી કહેતો નથી. ભેંસની આગળ ભાગવત! તમારા આગળ ખરૂંને ખોટું બધું સરખું!

નથ્થુ૦-પણ મહારાજ, કંઈ વિદ્યા ઢાંકી રહેછે? તમારી બોલવાની છટા ઉપરથી જ જણાય છે.

ભોળા૦-અમે અમારાં વૈદ લોકની સભા મળી હોય, ત્યારે મને બોલતો સાંભળો, તો તમે તો દીંગજ થઈ જાઓ.