પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝુમ૦-વારૂ, મહારાજ, આ રોગ શાથી થયો હશે?

ભોળા૦-એમાં શું પુછોછો? એ મુંગી થઈ છે તેનું કારણ એ કે એની જીભ બંધાઈ ગઈછ.

નથ્થુ૦-પણ મહારાજ, જીભ સાથી બંધાઈ ગઈ હસે?

ભોળા૦-સર્વત્ર વૈદકશાસ્ત્રમાં એમ કહેલુંછ કે જીવ્હાની ચલન શક્તિમાં વિધ્ન આવ્યાથી જીભ બંધાઈ જાય છે.

ઝુમ૦-પણ તે વિધન સાથી આવતું હશે?

ભોળા૦-એ વિષે ધનવંત્રી વૈદ કેવું સરસ લખી ગયાછ જો-અરે ! શું મઝેનું લખ્યુંજ જો!

નથ્થુ૦-હોશે, વૈદરાજ.

ભોળા૦-વા! ધનવંત્રી વૈદ કેવા સમર્થ પુરુષ હતા! શું વિદ્યા ને શું ડહાપણ જો તેમનું ! અંશીજન,સેઠ, અંશીજન, હાલના વૈદો સાળા સેખી કરેછ પણ તેમને શું આવડેછ? આ રોગ વિશે ધન્વંત્રી વૈદે એવું લખ્યું જ કે જાણે-જાણે-પણ આ તો આડી વાત ચાલી. આ વિદ્નનું કારણ એ છે, કે જઠરાગ્નિમાંથી ગળે આવીને ધુમાડો અટકી રહ્યોછ. એ ધુમાડાનું નામ શાસ્ત્રમાં ધુમાડો-ધુમાડોજ છે. એ ઉપર એક શ્લોક સાંભળો.

भवंती जीव्हायां गबडगड गठ्ठो घट घटे

रमि श्चैवौरेवौ रणिकरणि कैवो रद रद ।
लता लस्त्यं कस्त्यं प्रणिक धनशामो अभिमनौ,
भलंभल्लां भल्लं रमल मल मल्लं वलवलीं । ।

કમા૦-ભિસ્મલ્લા ! ક્યા કાબેલ અદમી હૈ !

નથ્થુ૦-ઓહો ! કેવો અઘરો અશ્લોક છે. બોલતાં જીભના કકડે કકડા થઈ જાય પણ એ તો પાણીના રેલાની કાણી બોલ્યા જાયછ.

ઝુમ૦-શેઠ, તમારા શુરત તરફના વૈદ તો વૈદજ. દેખુ.

ભોળા૦-આ અશ્વનિ કુમાર વૈદનો જાતનો કરેલો શ્લોક છે, તેમાં એમ કહ્યું , કે પેટમાં દોઢ આંગળ ઊંચો સાડાચાર આંગળ લાંબો અને પોણા ત્રણ આંગળ પહોળો ચુલો છે. તેમાં સુક્ષ્મ રૂપે અગ્નિ પુરણ પુરૂષોત્તમ ભગવાને જાતે પ્રગટાવી મુક્યો છે. એ અગ્નિ નિરંતર બળ્યા કરે છે. એમાં જે લાકડાં હોય છે તેને ફારસીમાં હેમકે હજૂર કહે છે. એ લાકડામાંથી ધુમાડો નિકળે છે. તે બહુજ વ્યથા ઉપજાવનારો છે. એ ધુમાડો પેટ સફ આવે ત્યાં લગી તે દ્વારે નિકળી જાય છે, અને તેથી સુખાકારી શરીરમાં રહે છે.

નથ્થુ૦-ખરું કહોછ, વૈદરાજ. એક દહાડો જો મને વા સરતો નથી તો મારો જીવ ગભરાઈ જાય છે.

ભોળા૦-એ ધુમાડો જો ઉપર ચડે તો ગળાં આગળ એક સ્નાયુ (જેને આરબીમાં અબ્લે અબ્લા કરીને કહે છે) તેમાં ભરાય. હવે પ્રાણત્માને સ્નાયું કહેતાં ભુંગલીને નીચલે છેડે હોય છે. તેની ઉપર જ્યારે ધુમાડો ચઢી જાય, ત્યારે જીવ્હા અને પ્રાણાત્મા