પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વચનો સંબંધ તુટી જાય છે, અને તે કારણને લીધે બોલવામાં વિધ્ન આવીને પડે છે. કેમ શેઠ સમજ્યા?

નથ્થુ૦-વા ! વા! વૈદરાજ, તમે તો છેક એકડે એકથીજ વાત કહી સંભળાવી, ને પછી સમજ્યામાં શું પુછોછો?

ઝુમ૦-તમે કહ્યું તે બરાબર છે, પણ મને એક જરા શક એ છે, કે આટલા દહાડા હું તો એમ જાણતો હતો, કે પ્રાણાત્મા તો રૂદયમા છે; અને તમે તો ગળા આગળ કહોછ.

ભોળા૦-એમ ઘણા હજામ વૈદો કહેછ, પણ જે પ્રાચીન વૈદકશાસ્ત્રનાં પુસ્તક ભણ્યાં છે, તે સમજેછ કે એ વાત જુઠી છે. એનું તમને એક પ્રમાણ આપું. તમારી છાતીમાં અથવા પેટમાં મુક્કો મારૂં, તો તમને ઘણું દરદ નહિ થાય; પણ ગળા ઉપર જો તાકીને જોરથી લગાવું કની, તો તમારો પ્રાણ ટપ નિકળી જાય. હવે બોલો, પ્રાણાત્મા ખરો કહાં જણાવો? કહો તો, તેમ કરી બતાવું.

ઝુમ૦-વૈદરાજ, અપરાધ ખમા કરો.

ભોળા૦-હોય, કંઈ ફિકર નહિ. વૈદકશાસ્ત્રમાં તમે શું સમજો ? તમે કાંઈ શિખ્યા છો? કે તમારે કંઈ ધંધો છે? હવે સેઠ સાંભળજો. આ ધુમાડાથી પ્રથમ તો જીભ બંધ થઈ જાય છે, અને ઘણી મુદ્દત સુધી જો એ ધુમાડો એ ભુંગળીમાં પ્રવેશ કર્યા કરે તો પ્રાણાત્મા ગુંગળાઈ જાય, અને તેથી માણસ મૃત્યુ પામે.

નથ્થુ૦-એ ધુમાડો એના શરીરમાંથી નિકળી જાય એવો કંઈ ઉપાય કરવો જોઈએ, મહારાજ.

ભોળા૦-એનો ધુમાડો હું કહાડું ત્યારેજ ખરો.

.। । सुव्रणश्चहिरामोती । । माणेक्यंकरिमिश्रितं । ।

। । पर्वाळाचि भस्मेभ्यां । । मुगो रोगश्चमुच्येते । ।

એટલે सुवर्ण કહેતાં સોનું તથા હીરા, તથા મોતી તથા माणेक्यं કહેતા માણેક. એ ચાર વસ્તુની ભસ્મ તથા પર્વાળાની ભસ્મ. એની એક ગોળી એક આપી હોય તો રોગ જતો રહે.

નથ્થુ૦-વૈદરાજ, ગમે તેમ કરીને સારૂં કરો.

ભોળા૦-સેઠ, સોનાં રૂપાં કંઈ અમારા ઘરમાં પાકતાં નથી. તમે સો રૂપિયા કહ્યાછ તે ગમે તો આપજો નિકર નહિ, પણ એ ગોળી તો અકેકી પાંચ પાંચ રૂપિયે પડેછે તેથી તેનો ખરચ તો અગાડીથી આપવો પડશે.

નથ્થુ૦-પાંચ પાંચ રૂપિયા તે કંઈ અપાય, મહારાજ?

ભોળા૦-ત્યારે તમારી મરજી. અમારી પાસે કંઈ ભાવ કરવાની વાત નથી. આપણા લોકોથી પૈસા ખરચાય નહિ ને પછી વૈદનો વાંક કહાડે. જેવા બે પૈસા, તેવાં ઓસડ! બાકી જો કોઈ પૈસા ખરચનાર હોય, તો આપણાં શાસ્ત્ર તો એવાં છે કે બે ઘડી મુએલાને બોલાવિયે, સેઠ, મુએલાંને બોલાવિયે. (જવા તૈયાર થાય છે.)

ઝુમ૦-જાઓ, મહારાજ, ઓસડના ઝંઈ મારે આપવા. ગોળિયો કહાડો.