પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આનંદ૦-ના હા કી બાત હમેરી પાસ નહિ. તુમ દેખો. કુચ ચૂક હોઈગી તો મ્હેં કહુંગા.

ભોળા૦-મહારાજ, તમારા પ્રતાપથી ચૂક તો નહિ પડે. જુઓ (પેલા ચોખાને હાથમાં ન્યાળી ન્યાળી જોયછે.) અહો ! આતો પિશાચ ને પિશાચણી વળગ્યાં છે ! કેમ, મહારાજ?

આનંદ૦- (ડોકું ધુણાવી) સચ.

ભોળા૦-ચંદા, તું પંદર વીસ દહાડા ઉપર આમલીના ઝાડ તળે બેઠીતી?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ઝુમ૦-હમારા વાડામાંજ છેની.

ભોળા૦-તે ઝાડ ઉપર એક કાગડો ને કાગડી હતાં?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ભોળા૦-તારો ચોટલો છૂટો હતો?

ચંદા૦-(ઈશારતથી ના કહે છે.)

ભોળા૦-તને તે યાદ નથી. એક લટ તારી છૂટી અહ્તી. એ કાગડો ને કાગડી તે પિશાચ ને પિશાચણી હતાં. તેને ત્હેં કાંકરો મારી ઉરાડી મૂક્યાંતાં?

ચંદા૦-(ઈશારતથી હા કહે છે.)

ભોળા૦-શેઠ, તે દહાડાનું એ વળગણ છે. તે બન્ને ક્રીડા કરતાં હતાં, તેમાં એને ભંગ પડાવ્યો, તેથી કોપાયમાન થઈને વળગ્યાં છે. ઝુમખાશાહ, તમે આ લગનની વાત કહાડી તે દહાડાની એ મૂંગી થઈછે કની?

ઝુમ૦-હા, મહારાજ.

ભોળા૦-તેની ક્રીડામાં ભંગ પડાવ્યો તે કેમ એને ક્રીડા કરવા દે. બ્રહ્મચારી બાવા, હવે શિવ પ્રયોગ ચલાવીએ કેમ? બે ત્રણ દહાડાનું કામ છે.

નથ્થુ૦-હમણાં ને હમણાં બોલતી કરો ત્યારે ખરી વાત.

ઝુમ૦- અરે આજ સાંજનું મુરત જાય તે!

આનંદ૦-શિવપ્રયોગકા ક્યા કામ હૈ? એક રાગ સુનાયા કે હો રહી?

ભોળા૦- હા. રાગપ્રયોગ તાત્કાલિક તો ખરા પણ હાલ તે કોને આવડેછ. તેમ સતયુગમાં થતું.

આનંદ૦-વૈદરાજ, ભલાભલી પૃથ્વી હૈ!

ઝુમ૦-હા, હા, તેજ કરો.

નથ્થુ૦-બ્રહ્મચારી બાવા તેજ કરો.

ભોળા૦-ચલો, ત્યારે આજે એક નવી વિદ્યા શિખીશું. મહારાજ, એ પ્રયોગ અહીંયાજ થશેકે?