પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આનંદ૦-હમણાં છાની રહે. ઘરની બહાર નીકળ્યા પછી.

ચંદા૦- શા માટે દગો રાખીએ? ચાલો ચાહન ચાલ્યાં જઈએ.

ભોળા૦-(મનમાં) મોંકાણ મંડાઈ!

ચંદા૦- (બધાં બેઠાંછે ત્યાં આવીને) હુંતો એની સાથે જાઉંછં. શું કરો છો?

આનંદ૦-(જુસ્સાથી) આવો, જેની તાગાદ હોય તે મારી સામા (ચંદાનો હાથ પકડી) ચાલ પ્યારી, મારી જોડે. મારી સ્ત્રીને મારી પાસેથી દૂર કરવાને કોણ સમર્થ છે.

ઝુમ૦-રાંડ શું લવે છે? કોની સાથે જાયછે ? (પછાડી મારવા દોડે છે.)

આનંદ૦-ઊભો રહે ગધેડીના! (એમ કહી ઝુમખાશાહને મારેછે.)

ભોળા૦-(મનમાં) બાજી ગઈ હાથથી ! મુરખને ભરોસેં હુંફજેત થયોને માર્યો જવાનો. જરા ધીરજ ન રખાઈ . કંઈ ઉપાય?

નથ્થુ૦-વૈદરાજ આ શું? કમાલિઆ, પકડતો એ ભંમચારીને.

ભોળા૦-(હાથમાંથી એક લીંબુ આનંદરાય તરફ ફેંકે છે. પાણીની એક અંજલી છાંટી) હનુમાન વીરની આણ કે તું બોલે તો છુ! છુ ! છુ! (કાનમાં જઈને) કેમ અધીરો થઈ ગયો ? રહે છાનો, નહિતો. માર્યો જઈશ, અને કન્યા બળત્કારે ડોંસાને પરણાવી દેશે એનો બાપ. (મોટેથી) છુ ! છુ! છુ! (ચંદાના કાનમાં) રહે છાંની, નહિ તો પેલા મડા સાથે હમણાં પકડીને સિપાઈઓ પરણાવીજ દેશે. હું હમણા રસ્તો કહાડુંછું?

નથ્થુ૦- ઝુમખા (સાથે) આશું? આશું?

ભોળા૦-શું શું, તમારા બ્રહમચારી બાવાએ મોંકાણ માંડી. પિશાચણી ચંદામાં રહીને પિશાચ આવીને એનેજ વળગ્યો. સ્ત્રી પુરુષના બંને ભાવ કરે છે તે જોયાકની?

આનંદ૦- (ભોળાભટને પગે લાગી) મહારાજ અબકુચ ઉપાય? મ્હેંતો હેવાન હો ગયા!

ભોળા૦-સાંસતા પડો, મહારાજ, સાંસતા પડો. મ્હેં ના નહોતી કહી કે એ પ્રયોગ નહિ ચાલે?

નથ્થુ૦-કાંઈ કરો મહારાજ. કાંઈ કરો.

ભોળા૦-હજરા હજૂર, અંબિકા માત, સેવકની લાજ રખેતું આજ, જયજય બિરદાલી, પાવાગડવાલી, સહાય કર મ્હારી, હુંરૂછે તારી બેઠિ તું, જાયછે નોક, આવ આવ બે ચંડી ઝટ ! (એમ કહીને મ્હોંમાંથી રાળના ભડકા કાઢછ) લાવ, બે લીંબુ, જરા સિંદૂર. એક કાજળનું કોડીયું, એક નાડા છડી. (લીંબુમાં સિંદૂર ભરીને તથા ઉપર કાજળ ચોપડી મંત્રેછે.) જુઓ, આ લીંબુ કેવું ઉછળે છે? જમણાની પછાડી, બ્રહ્મચારી, તું ચાલ્યો જા; અને ડાબાની પછાડી, ચંદા, તું. એ જ્યાં લગી જાય ત્યાં લગી એની પછાડી ચાલ્યા જાઓ. પાછું ફરીને જોતાં નહિ, મ્હોંએ બોલતાં નહિ. આ નાડાછડી હાથમાંની હાથમાં રહેવા દેજો. છોડી કે માર્યાજ ગયાં જાણજો. મસાણકાંઠે એ બંને લીંબુ અટકશે. ત્યારે બ્રહ્મચારી બાવા, તમે જાઓ. સાવચેત થશો. સાવચેત થયા કે