પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તુરત પલાયન મંત્ર ભણીને માંગલ્ય કાર્ય આરંભજો. અધરામૃતનું પાણી પીજો, અને ભોળાભટનું ભજન કરજો. જાઓ. વાર લાગે છે. આપણામાંથી રખે કોઈ એમની તરફ જોતા. (મેસના ચાંલ્લા નથ્થુ કાકાને તથા ઝુમખાશાહને કરેછે.) આવો હું રક્ષા કરૂં. જઓ બ્રહ્મચારી બાવા, તમને જશછે, અને તમારા શત્રુનાં મ્હોં કાળાં છે.

(ચંદાને આનંદરાય જાયછે.)

ઝુમ૦-ક્યારે પાછાં આવશે?

ભોળા૦-અડધા કલાકમાં, જાઓ તમે તમારે હવે લગનનો આરંભ કરવા માંડો. પાછલો પહોર તો થવા આવ્યો છ ને સાંજે મુરતછે.

નથ્થુ૦-હવે એ બોલશે ખરી?

ભોળા૦-સાંભલ્યું કે નહિ? એતો જરા પેલા મૂર્ખાએ ઓડને ઠેકાણે ચોડ વેતર્યું તેને લીધે આટલી પંચાત પડી. હવે મ્હારૂં પરઠ્યું આપશો કે નહિ?

નથ્થુ૦-ઈનામ સાથે, ચાલો મ્હારે ઉતારે.


પ્રવેશ ૪ થો
(સ્થળ - વસનજીનું ઘર.)

વસo- તમારામાં આટલી વદ્યા છે, તેતો અમે જાણતાજ નહોતા જો. વારૂ તમે દેસ્‍હાણને જુવોની એને સ્‍હું થિયુંછ.

ભોળાo - દેસ્‍હાણ, તમારો હાથ મને ઝાલવા દોતો. હાથ એક ધણી ઝાલે, કે વૈદ ઝાલે.

કુંવo - વૈદની શી ફકર? વૈદ તો બાપ બરાબર.

વસo - લો, આ દક્ષણા મહારાજ.

ભોળાo - હવે મને નાડમાં સુઝવા માંડ્યું ખરૂ. (નાડ જુએ છે). નાડમાં મને કંઇ સમજ પડતી નથી. દેસ્‍હાઇ નાડમાં તો કંઇ રોગ જણાતો નથી. (મનમાં) રાંડે મને માર ખવડાવ્યો તેની હવે કંઇ વેતરણ કરૂં.

વસo - અમને પણ એમજ લાગે છે. કોઇ દહાડો ખાતીજ નથી, ને કોઇ દહાડો ખાય ત્યારે સામટુંજ.

ભોળાo - કાંઇ નહિ, આપણે એની તદબીર કરિયેછ.એક સઘડી લાવો, ને થોડોક મને ગુગળ આપો. (લાવે છે.) એ સગડી સળગેછે એટલામાં મને પરીક્ષા કરવાદો, દેસ્‍હાઇ, જેમ રોગ નાડ પકડ્યાથી પરખાય છે તેમ આડાની પરીક્ષા શરીરનો બીજો ભાગ પકડ્યાથી થાય છે. તે કહોતો પકડું.

વસo - તે ક્યો ભાગ હોસ્‍હે સ્‍હસ્‍હરો?

ભોળાo. - ગભરાતા નહિ, માત્ર ગાલજ, બીજું કંઇ નહિ.

વસo - ગાલની તો કંઇ ફકર નહિ. તેતો પકડો.

ભોળાo - (દેસ્‍હણના ગાલ પકડે છે.) સ્‍હસ્‍હરા હાથમાં એ આવતા નથી ને