પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બરાબર.

વસ. - રોગે રોગે સુકાઇ ગયા.

ભોળાo. - ગાલ તો હાથમાં આવે એવા હોય તેજ સારા. ઓહો ! એને જીવતી ડાકણની આડી નજર લાગી છે. જો સીધી નજર લાગી હોત, તો તો આટલા દહાડા કહાડતજ નહિ.

વસo - તેનો કાંઇ ઉપાય બતાવો, મહારાજ.

ભોળાo. - તદબીર કરિયેછની.આજથી તમે ચાર પાંચ મહિના ઉપર કાંઇ ધોળી જણસ ખાધીતી?

કુંવo - હા, સમછરીને દહાડે દુધપાક કર્યોતો ખરો.

ભોળાo.. - ઠીક, તે દહાડે તમે એકલાં ખાવાં બેઠાંતાં?

કુંવo - હા! ઓહો? મહારાજ કેવા કેવા દાખલા આપેછ?

ભોળાo. - તે વખત તમારા ઘરમાં કોઇ રાતો સાલ્લો પહેરીને બઈરી દીવો કે દેવતા લેવા આવી હતી?

કુંવo - દીવો કરવા! ત્યારે તો તે રાંડ ડાકણ આપણી પડોસમાં રહે કે સ્‍હું? સાંભળોછ કે? તે રાંડનાં નાક કાન કાપીને ગામ બહાર કહાડી મેલાવો, નહિ તો આપણને પણ નડસ્‍હે.

ભોળાo. - થાયછ, હું તેનીજ તદબીરમાં છઊં. (મનમાં) રાંડ, તારી વેતરણ તો એવી કરૂંછ કે જનમ લગી તું મને યાદ કરે.

કુંવo - તદબીર કરતા હો તો વહેલી કરો.

ભોળાo. - દેસ્‍હાણ, મને તેનું નામ કહો.

કુંવo - (વસનજીના કાનમાં) તે તો શિવકોર ભટાણી આવી હતી,પણ તેનું નામ કેમ દેવાય?

વસo - (કુંવર દેશાણના કાનમાં) પણ વાત ખરી! આજે સવારે મને આડા આડા જબાપ આપ્યા ત્‍હાંથીજ મ્હેં જાણ્યું કે એનામાં કંઇ વિકાર છે. (મોટેથી) ભોળાભટ, નામ દેવું સહેલ નથી. અમથી દુશ્મનઇ થાય. તમે નામ પકડી આપો, ત્યારે ખરા.

ભોળાo. - તેમ ત્યારે. મારો વિશ્વાસ નથી આવતો તેથી પરીક્ષા જોવી છે કેમ? ભાઇ, કહેવતજ છેકની, "ઘરકા જમાઇ બેલ બરાબર." વારૂ ઠીક છે. આ સગડી સળગી તો (મ્હોંથી ખોટું ખોટું બબડીને "છૂ છૂ" કરીને સગડીમાં ગુગળ નાંખે છે.) આવો, દેસ્‍હાણ, આ ધૂપ લો. હવે નામને ઠામ બધું જણાઇ જશે. હું કોઇની શરમ રાખું એવો નથી.

શિવo - (ભોળાભટના કાનમાં) કોઇ મોટાના ઘરનું નામ આવે, તો કહેતા નહિ હો! ઉલટું આપણે વેર બંધાશે.

વસo - (કુંવરદેશાણના કનમાં) જોયું? રાંડ ડાકણ હવે કેવી ગભરાય છે?

ભોળાo - જુઓ દેસ્‍હાઈ, દેસ્‍હાણનું મ્હોં કેવું લાલચોળ થઇ ગયું? એની આંખ