પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
બીરબલ વિનોદ.

વાર્તા ૨૫.

વ્હાલામાં વ્હાલી વસ્તુ.

એક દિવસ બાદશાહે પોતાની માનીતી રાણી ઉપર ગુસ્સે થતાં તેણીને એ હુકમ કર્યો કે “આજેને આજે જ તું મારા મહેલમાંથી નીકળી જા.”

રાણી આવો નાદિરી હુકમ સાંભળી બહુ જ દિલગીર થઈ, તેણે અત્યંત કાલાવાલા કર્યા, પણ ‘રાજહઠ’ ઉપર તે વિજય ન મેળવી શકી. આખરે હતાશ બની તેણે બીરબલની સલાહ લેવાનો સંકલ્પ કર્યો. બીરબલને પોતાના મહેલમાં બોલાવી તેણે બધી વાત કહી સંભળાવી. બીરબલે થોડીવાર વિચાર કરી એક યુક્તિ રાણીને બતાવી અને ત્યાંથી રવાના થઈ ગયો. રાણીએ પોતાના માણસોને બોલાવી પોતાનો થોડોક સરસામાન બંધાવ્યા બાદ બાદશાહને તેડું મોકલ્યું. બાદશાહ આવી પહોંચે તે પહેલાં શરબતનો એક પ્યાલો તેણે તૈયાર કરી તેમાં કેફી ઔષધ મેળવી દીધું. બાદશાહ આવી લાગતાં રાણીએ પાછા કાલાવાલા કરવા માંડ્યા, પણ બાદશાહે તેથી સ્હેજ પણ ન પીગળતાં કહ્યું “મારી આજ્ઞા હું કોઈ કાળે પણ બદલવાનો નથી. પરંતુ સાથે જ એટલી છુટ રાખું છું કે મારા મહેલમાંથી તને જે વ્હાલામાં વ્હાલી વસ્તુ જણાય તે લઈ જવાનો તને ઈખતિચાર છે.”

આ સાંભળતાં રાણી જાણે અત્યંત દિલગીર થઈ હોય એવો દેખાવ કરી કહેવા લાગી “ખુદાવિંદ ! જ્યારે આપની એવી જ દૃઢ ઈચ્છા છે તો પછી મારા હાથે આપ છેવટનો શરબતનો પ્યાલો પીઓ એવું આપની પાસે હું માગી લઉં