પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
લોટા નથા.

કાંઇ સમજ ન પડી એટલે ફયઝીએ બીરબલની સલાહ લેવા તેને પૂછ્યું “પ્રિય મિત્ર ! મારી મીંડા વગરની ટીકાને મથાળે “બિસ્મિલ્લાહ” ને બદલે શું લખું?”

બીરબલની અક્કલ ઘણે દૂર સુધી પહોંચતી હતી. તેણે ઝટ કહ્યું “કલ્મા (કલ્મા-ઈસ્લામનો મહામંત્ર–માં એક પણ મીંડાવાળો અક્ષર નથી ) લિખ દો.”

આ સાંભળતાંજ ફયઝી હર્ષઘેલો થઈ ગયો, તેણે કહ્યું “ભાઈ ! આટલોજ અંશ આ પુસ્તકમાં ગુરૂત્વનો શેષ રહી ગયો હતો.”

વાર્તા ૫૫.

લોટા નથા.


એક વેળા બાદશાહે બીરબલને પુછ્યું “બ્રાહ્મન પ્યાસા ક્યોં? ગધા ઉદાસ ક્યોં?” બીરબલે બન્ને પ્રશ્નનોનો એક જ ટુંકો જવાબ આપી દીધો “હુઝૂર લોટા નથા.” અર્થાત્ બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે તરસ્યો રહ્યો અને ગધેડા આળોટ્યા વગર ઉદાસ રહે.






વાર્તા ૫૬.

ચાર પ્રશ્નો.

એક વખતે બીરબલને બાદશાહે સવાલ કર્યો “કોન ચહેહે બરસના, કોન ચહેહે ધૂપ, કોન ચહેહે બોલના, કોન ચહેહે ચૂપ.” અને સાથે સાથે કહ્યું “જો, આનો ઉત્તર નહીં આપવામાં આવે તો પ્રાણદંડની શિક્ષા કરવામાં આવશે.” બીરબલે તત્કાળ ઉત્તર આપ્યો:—