પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૬

"નગરકોટની પાસે બીરબલને એક સારી જાગીર આપવામાં આવી અને જ્યારે બે લડાઈયોમાં તેણે વીરતા દાખવી ત્યારે બાદશાહે તેનું નામ “ બીરબલ” ને બદલે “વીરવર પાડયું. તે સમયે નગરકોટમાં કટોચ જાતિનો રાજપૂત રાજા યચન્દ રાજ્ય કરતો હતો, તે હમેશા બાદશાહની સેવામાં રહેતો. એક વખત બાદશાહે તેનાથી ગુસ્સે થઈ સંવત ૧૬૨૯ માં તેને કેદ કર્યો અને તેનું રાજ્ય બીરબલને સોંપી પંજાબના સુબેદાર હુસૈન કુલીખાંને નામે નગરકોટ ખાલી કરવાનો હુકમ મોકલાવ્યો.”

“જ્યારે રાજા બીરબલ એ આજ્ઞાપત્ર લઈ લાહોર ગયો, એટલે હુસૈન કુલીખાં પોતાની સેના લઈ બીરબલની સાથે નગરકોટ તરફ રવાના થયો, અને નગરકોટના રાજપૂતોથી લડતો લડતો કાંગડા સુધી પહોંચી ગયો. રાજા યચન્દ પુત્ર વિધિચન્દ્રે કિલ્લામાં ભરાઈ મુકાબલો કર્યો. થોડા સમય સુધી બન્ને તરફથી ઝબરદસ્ત હુમ્લાઓ થયા. જ્યારે કિલ્લો ફતેહ થવાની તૈયારીમાં હતો, એવામાં બાદશાહી સેનામાં એવા સમાચાર મળ્યા કે મીરઝા બ્રાહીમે બળવો કરી લાહોર ઉપર ચઢાઈ કરી છે, એટલે હુસૈન કુલીખાંએ બીરબલની સલાહ માંગી. બીરબલે કહ્યું “બાદશાહનું કામ પ્રથમ થવું જોઇયે. આ ઉપરથી હુસૈનકુલીખાંએ વિધિચન્દ્રને કહેવડાવ્યું “ આ રાજ્ય બાદશાહ તરફથી બીરબલને મળ્યું છે. જો તમે રાજા બીરબલને પ્રસન્ન કરી લો તો અમે ઘેરો ઉઠાવી લઈશું.” વિધિચન્દ્ર સલાહ કરવાનું ઉચિત ગણી બીરબલે માગ્યા તેટલા રૂપિયા તેને આપ્યા અને બાદશાહ માટે પાંચમણ સોનું મોકલાવ્યું.

"નગરકોટ ઉપરથી ઘેરો ઉઠાવી બાદશાહી સેના મીરઝા બ્રાહિમની પૂંઠે ગઈ, મીરઝા બ્રાહીમ લાહોર છોડી નાસી જતો હતો તેને મુલતાન આગળ પકડી પાડયો. મીરઝા લડાઈના મેદાનમાંથી નાસી ગયો, તેનો ભાઈ સઉદ કેદ પકડાયો અને શત્રુસેનામાં નાસભાગ થઈ ગઈ. બીરબલ અને હુસૈન કુલીખાં સઉદને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે પ્રસન્ન થઈ હુસૈન કુલીખાને “ખાંન