પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
સાકરનો હીરો.


આજે કેટલુંક અગત્યનું ખાનગી કામ કરવાનું હોવાથી કદાચ ત્યાં વાર લાગી જાય એટલે બીચારો વહેપારી પાછો જાય. તેમજ વળી મારી પાસેથી ક્યાંક ખોવાઈ જાય તો મારે લેવા ના દેવા થઈ પડે. માટે હાલ તરત તો આપ આપની પાસે જ રહેવા દો

આ સાંભળી બાદશાહે તે હીરો પોતાની કમ્મરની ઓટમાં રાખી લીધો. બીરબલ રઝા લઈ ઘેર ગયો અને પેલા કારીગરને પણ કેટલીક યુક્તિ સમજાવી બાર વાગે કચેરીમાં જવા કહ્યું. બપોરે દરબાર ભરાતાં પેલો ઝવેરી આવી પહોંચ્યો અને બીરબલને પોતાના આવ્યાની વર્દી મોકલાવી. બીરબલે તેને અંદર આવવાનો હુકમ આપતાં બાદશાહને કહ્યું “નામદાર ! પેલો હીરાવાળો ઝવેરી આપની હઝૂર આવ્યો છે, માટે હવે શું કરવું છે?”

બાદશાહને તો તે હીરાની યાદીજ ઉતરી ગઈ હતી. જે વખતે તે સ્નાનમંજન કરી વસ્ત્ર બદલવામાં રોકાયો હતો તે પ્રસંગે તેને હીરાનો ખ્યાલ જ ન રહ્યો, તેમજ પાણીનો સ્પર્શ થતાં હીરો (સાકરનો) પ્રવાહી રૂપ ધારણ કરી ચૂક્યો હતો. બીરબલે જ્યારે ઝવેરી આવ્યાની ખબર આપી ત્યારે બાદશાહને યાદી આવી, તેણે નોકરને હમ્મામખાના (સ્નાનગૃહ)માં તપાસ કરવા મોકલ્યા, બીરબલ પણ સાથે ગયો; પરંતુ ત્યાં હીરો હતો જ ક્યાં જે મળી શકે? ઘણી તપાસ કર્યા બાદ બધા પાછા ગયા અને બાદશાહને જાહેર કર્યું જહાંપનાહ ! બહુજ તપાસ કર્યા છતાંપણ હીરો હાથ ન લાગ્યો. ”

બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! આપણે એનો