પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
મૂર્ખ શિરોમણી.


તો ભણ્યો નથી, પણ મને લોકો પંડિત કહે એવી કઈ જુક્તી બુક્તિ આપ બતાવો તો પરભુ આપનું ને આપના બૈરી છોકરાનું કલ્યાણ કલ્યાણ કરી નાંખશે. મ્હારા ગરીબ બ્રાહ્મણની આટલી અરજ આપ જરૂર સાંભળો બાપજી !”

બીરબલે જોયું કે “છે તો મૂર્ખાનો સરદાર, વગર ભણ્યે ગણ્યે પંડિતની પદ્વિ જોઈએ?” તેણે વિચાર કર્યો કે "લાવ, એનેયે બનાવીએ તો ખરા !? ”

બીરબલ કંઈ બોલે તે પહેલાં તો અધીરા બની ગયેલા બ્રાહ્મણ મહારાજે બાફી માર્યું “ભાઈશાબ ! ગમે તેમ કરીને પણ કોઇ જુક્તિ શોધી બતાવો. પરભુ આપનું કલ્યાણ કરશે. ”

બીરબલે કહ્યું "મહારાજ ! અધીરા ન બનો. સાંભળો, આપની અભિલાષા અત્યારે ને અબ ઘડીયેજ પૂર્ણ થઈ જાય એવી સહેલી અને સરળ યુક્તિ હું તમને બતાવું છું. જાવ, તમે અહીંથી થોડે દુર જઈને ઉભા રહો અને પછી તમને કોઈ પંડિત કહીને બોલાવે એટલે તેને મારવા માટે દોડજો.”

પેલો મૂર્ખનો સરદાર તો બીરબલને હાથે પગે લાગી, અનેક આશિર્વાદ આપી ત્યાંથી થોડે છેટે જઈને ઉભો રહ્યો. આ તરફ બીરબલે ત્યાં રમતા કેટલાક છોકરાઓને કહ્યું “પેલો માણસ સ્હામે ઉભો છે તે પંડિત કહેતાં ચિરડાય છે, માટે એને પંડિત કહીને બોલાવશો તો લગાર ગમ્મત પડશે."