પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
ચોબાની હાજર જવાબી.

આ પ્રમાણે તેમની વાત સાંભળી બાદશાહ બોલ્યો “અરે, વાણીયાઓ ! તમે તો દીવાના થયા છો કે આજે ભાંગ પીધી છે ? આતો મગ છે મગ ! ?”

વાણીયા બોલ્યા “હા, હા, સાહેબ ! એજ એજ !”

બાદશાહે પૂછ્યું “એજ એટલે શું ? નામ આપોને?”

ચારે વાણીયા બોલ્યા “ખુદાવિંદ ! આપ હમણાં જે બોલ્યા એજ !!”

બાદશાહે ગુસ્સે થઈ પૂછ્યું “પણ તેનું કાંઈ નામ?”

વાણીયાઓએ કહ્યું “ જહાંપનાહ ! આપે હમણાં નામ દીધું, તે પણ અમે ભૂલી ગયા !”

બાદશાહ બોલ્યો “શું, મગ?”

“હા, ખાવિંદ ! એજ ! !” કહી વાણીયા અદબવાળી ઉભા રહ્યા.

આટલું થતાં પણ વાણીયાઓએ ‘મગ’ નું નામ ન આપ્યું, એટલે બાદશાહ તેમની ચતુરાઈ જોઈ ઘણોજ આશ્ચર્ય પામ્યો અને તેમને જવાની રઝા આપી.

વાર્તા ૧૦૧.

ચોબાની હાઝર જવાબી.

એક વેરાગીએ બાદશાહનું એવું તો મન હરણ કરી લીધું હતું, કે બાદશાહ તેને હર વખત પિતાની પાસેજ રાખવા લાગ્યો.

એક દિવસે એક મથુરાવાસી બ્રાહ્મણ દરબારમાં આવી લાગ્યો અને તેણે બાદશાહને આશિર્વાદ આપ્યો કે “ જમના મૈયા, કૃષ્ણ, બલદેવતુ મ્હારી જય કરે.”