પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
પરિક્ષકની બલિહારી.


કૂતરો. એ ચારે ચીજોને શોધીને મોકલી આપો, કાંતો ચુદ્ધને માટે તૈયાર થઈ જાવ.”

બાદશાહ એ પત્ર વાંચી મનોગત્ કહેવા લાગ્યો કે “ આમાં લખેલી ચીજો મળી શકે એમ નથી. અને જ્યારે એમજ છે, એટલે યુદ્ધ કર્યા વગર છૂટકો નથી. પણ તેમ થતાં લાખો માણસો અને કરોડો રૂપીયાનું બલિદાન આપવું પડશે. એનું કેમ ?!”

આમ વિચાર કરી તેણે બીરબલને બોલાવી મંગાવ્યો. બીરબલે આવીને બાદશાહનો ઉદાસ ચહેરો જોયો એટલે તેના પેટમાં ફાળ પડી. પણ જ્યારે અકબર બાદશાહે તે પત્ર બતાવ્યો, ત્યારે તેણે વિચાર કરી કહ્યું “જહાંપનાહ ! આમાં જણાવેલી ચીજો હાલ તરત તો મળી શકે એમ નથી, છતાં આપ એ રાજા પાસેથી એક વર્ષની મુદ્દત માંગી લો અને પછી જુઓ કે આપણા પોબાર પડે છે કે નહીં ?!”

બીરબલનો એ પ્રત્યુત્તર સાંભળી બાદશાહની ઉદાસિનતા નાશ પામી અને તેણે તરતજ મુન્શીને બોલાવી પેલા રાજાને નામે પત્ર લખાવી એક વર્ષની મુદ્દત માંગી. પત્ર રવાના કર્યા પછી બીરબલે કહ્યું કે “જહાંપનાહ ! હવે ઢીલ ન કરતાં તે ચારે વસ્તુઓ જેમ બને તેમ તાકીદે મેળવવાની જરૂર છે, કેમકે વખતને વહેતાં વાર નહીં લાગે.”

બાદશાહે કહ્યું “ ત્યારે તુંજ આ કામ માથે લઈ લે.” બીરબલે હામ ભીડી, પણ તે કાર્ય માટે રૂપીયા એક લાખની રકમ બતાવી. બાદશાહે તરતજ ખજાનચીને એક લાખ