પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
પરિક્ષકની બલિહારી.


રાગની મજલિસો થાય અને કોતવાલ સાહેબ કહે તે રકમ બીરબલ આપે.

એક સમયે એક નવયૌવના, અપૂર્વ સૌંદર્ય મંડિત, લાવણ્યમયી, ગાયનકળા તેમજ નૃત્યશાસ્ત્રમાં અતિ પ્રવીણ નાયિકા રંભાને એક રથમાં બેસાડીને કોતવાલ સાહેબ શેઠ પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા “શેઠ ! આ કોકિલાના કંઠને પણ લજવનારી અત્યંત સ્વરૂપવાન નાયિકાને આજે લઈ આવ્યો છું, માટે આજે એનોજ મુજરો કરીયે.” શેઠે કહ્યું “થવા દો, મ્હારી ક્યાં ના છે ?”

શેઠનો હુકમ મળતાંજ તે કામણગારી નાયિકાએ નાચ અને ગાયનની શરૂઆત કરી અને ત્યાં બેઠેલા સર્વને છક કરી નાંખ્યા. ગાયન સમાપ્ત થતાં, શેઠે ઘણા જ આનંદપૂર્વક કોટવાલને પૂછ્યું “કોટવાલજી ! આ નાયકાને કેટલા રૂપીયા આપીયે તો સંતોષ પામે ?” કોટવાલે કહ્યું “શેઠજી ! બસો રૂપીયા બસ છે.”

બીરબલે તરતજ બસો રૂપીયા ગણી આપ્યા. નાયકા અત્યંત ખુશ થઈ મોઢું મલકાવી, શેઠને કટાક્ષ બાણ મારી મનોગત્ કહેવા લાગી “અત્યાર સુધીમાં મ્હને કોઈએ પણ આટલી મોટી રકમ ઈનામ આપી નથી. ખરેખર ગાયન કળાની ખૂબીને માત્ર આ શેઠજ પારખનાર છે. માટે એવા મ્હોટા કદરદાન શેઠને મૂકીને પાંચ પચીસની નજીવી રકમ માટે શા સારૂ આમ તેમ આથડવું જોઈએ ? મૂર્ખાઓના તાબેદાર થવા કરતાં આવા એકાદ કદરદાન ઉદાર ગૃહસ્થની સેવા કરવામાંજ આબરૂ જળવાય એમ છે.” એવો સંકલ્પ