પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
બીરબલ વિનોદ.

હાથ લાગેલો જોઈ એ કુળવંતી નારીએ બધી વાત કોતવાલને કહી સંભળાવી. એટલે કોતવાલ સાહેબે મ્હને બાંધી આપની સમક્ષ હાજર કર્યો. અને કોતવાલના કહેવા પરથી આપે મ્હને સૂળીએ ચઢાવવાનો હુકમ આપી દીધો. મ્હેં મ્હારા ચાકર સાથે એ ખબર મનોરમાને કહેવડાવી, છતાં તેણે મ્હને ઉગારવાની કાંઈ પણ ચેષ્ટા ન કરતાં આનંદ પ્રદર્શિત કર્યો. એટલે એ અસલની કમઅસલ કહેવાય ને ? રાજાએ એ વાત કબુલ કરી, એટલે બીરબલે આગળ ચલાવ્યુ કે :—

“મહારાજ ! આ રંભા જાતે નાયકા હોવાથી કમઅસલ છે, છતાં મ્હારી સાથે ગાઢ પ્રેમ ધરાવતી હતી. જ્યારે તેણે મ્હને સૂળી ચઢાવવા લઈ જવાતો જોયો કે, તરતજ તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે હીંમત રાખી આપને રીઝવી મ્હારો પ્રાણ બચાવ્યો. માટે એ કમઅસલની અસલ ખરીને ?”

રાજાએ એ વાત પણ કબુલ રાખી એટલે બીરબલે આગળ ચલાવ્યું “મહારાજ ! લો, હવે આપની સ્હામે બેઠેલો આ કોતવાલ એજ બજારનો કૂતરો છે.”

આ સાંભળી કોતવાલ બોલી ઉઠયો “મ્હને બજારનો કૂતરો શા માટે બનાવ્યો ?”

બીરબલે કહ્યું “કૂતરાનો જાતિ સ્વભાવ એ છે કે જ્યાં સુધી તેને રોટલાનો ટુકડો ખાવા મળે, ત્યાં સુધી ધણીની તાબેદારી કરી અનેક પ્રકારના લાડ લડે. તમે પણ એજ સ્ભાવવના છો. જુઓ, સાંભળો, જે વખતે મ્હારી બાયડીએ