પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
નહીં તડકામાં નહી છાયામાં.


“સાહેબ ! ખેડૂત છું” પેલાએ પણ જાણે પોતે હવેજ સમજ્યો હોય તેવો ચ્હેરો બનાવી જવાબ આપ્યો.

હવે વઝીરે પૂછ્યું “તું ક્યાંથી આવ્યો છે ?”

“મા બાપ ! મ્હારે ગામથી આવ્યો છું.”

વઝીરે ચાલણી તરફ ઈશારો કરી પૂછ્યું “આ માથે ચાલણી કેમ મૂકી છે ?” ખેડુતે બેપરવાઈ સાથે ધાણીનો ફાંકો મારતાં કહ્યું “આપનો ઢંઢેરો સાંભળીને.” વઝીરે વિસ્મય થઈ પૂછ્યું “ચાલણી વિષે તો ઢંઢેરામાં કાંઈ નથી ?!”

ખેડૂત બોલ્યો “ચાલણી વિષે તો નહીં હોય પણ એવું તો છેને કે ‘નહીં તડકામાં કે નહીં છાયામાં’ એ પ્રમાણે જે કોઈ આવશે તેને ઇનામ મળશે ?!” આટલું કહી પાછી તેણે ધાણી ફાંકવા માંડી.

વઝીર કહ્યું “આ તું શું ખાઈ રહ્યો છે ! આ દરબાર છે, કાંઈ તારૂં ઘર નથી. સમજ્યોને ! ! બાદશાહ સલામતની હઝૂરમાં આમ ઢોરની પેઠે ખાતાં તને શરમ કે બ્હીક નથી લાગતી ?”

ખેડુત પાસે જવાબ તૈયારજ હતો. તેણે કહ્યું “આ હું ધાણી ફાંકુ છું. તમારા ઢંઢેરેમાં છે કે, નહીં ભૂખ્યા આવવું કે નહીં પેટ ભરીને ખાઈને આવવું, એટલે હું ધાણી ફાંકતો આવ્યો છું. એનાથી નથી હું ભૂખ્યો કે નથી મ્હારું પેટ ભરાયું.”

બાદશાહ હવે પોતાની મૌનતા વધુ વાર ધારણ ન કરી શક્યો. તેને તો એ ઉત્તરોમાં બીરબલનું ચાતુર્ય જણાવા