પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
પૃથ્વીનું મધ્ય..

બાદશાહ બોલી ઉઠયો "જોયું ? એનું નામ તે સમયસૂચકતા ! મ્હારે મન તમે મ્હારા બધા દરબારીયો એક સરખા છો. હું કોઈને વધારે ઓછો ગણતો નથી. બાકી આટલી તેની ચતુરાઈ મ્હને વધારે પ્રેમ અર્પવા માટે ઉશ્કેરે છે. ”

ત્યારબાદ થોડીક ગપગોળા ચાલ્યા પછી દરબાર બરખાસ્ત કરવામાં આવ્યો.

વાર્તા ૧૬૫.
પૃથ્વીનું મધ્ય.

એક દિવસ એક બેગમે બાદશાહને કહ્યું કે " તમે બીરબલને આટલો બધો ચતુર બતાવો છો તો , હું એક સવાલ કહું તેનો એની પાસેથી જવાબ માગો અને તે બરાબર ઉત્તર આપી શકે તો ચતુર »

બાદશાહે પૂછયું “એ કયો સવાલ છે?”

બેગમે કહ્યું “ પૃથ્વિનું મધ્ય કયાં છે ? એ સવાલ તમારા બધા દરબારીયોને ચકરાવી મૂકશે.”

બાદશાહ તે સાંભળીને હસ્યો, કારણ કે તે સારી પેઠે જાણતો હતો કે ઝાહેર રીતે તો એ સવાલ ઘણોજ કઠિન છે; પરંતુ ચતુર પુરૂષ આગળ કશાય લેખાનો નથી. બાદશાહે કહ્યું “ ઠીક, અત્યારેજ હું બીરબલને અત્રે બોલાવી તેના ચાતુર્યની સાબિતી તને આપુ છું.” એમ કહી તેણે બીરબલને ત્યાં બોલાવી મંગાવ્યો."