પૃષ્ઠ:Birbal Vinod.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ.


મુકામે આવી પહોંચ્યા એટલે દાસીએ બાદશાહને પહેલે મજલે ઉભો રાખી ઉપર શેઠાણીને ખબર આપી. શેઠાણીએ પ્રસન્ન થઈ જણાવ્યું કે “એ ચતુર પુરૂષને નીચે બેસાડો, હું લગાર અહીંયા વ્યવસ્થા કરી અંદર બોલાવું છું.” દાસીએ બાદશાહને કહ્યું “આપને જ્યાં ઠીક લાગે તે સ્થાને થોડીવાર બેસો, હું આપને માટે અંદર ગોઠવણ કરી બોલાવવા આવું છું.” એમ કહી તે અંદર ગઈ, ત્યારે શેઠાણીએ પૂછયું “કયાં બેઠો છે?” દાસીએ કહ્યું “મારા ઢોળીયા ઉપર બેઠો છે?” એ સાંભળી પેલી ચતુર શેઠાણી દિલગીર થઈ કહેવા લાગી “ એ પુરૂષ ચાલાક નહીં હોય. લે, આ દુધનો કટોરો એને આપી એ દૂધ કોનું છે એમ પૂછજે.” દાસીએ કટોરો બાદશાહને આપી એજ પ્રમાણે પૂછયું એટલે બાદશાહ “ગાયનું હશે અગર ભેંસનું" કહી પી ગયો. દાસીએ શેઠાણીને આ બનાવ કહી સંભ- ળાવ્યો. એથી તે સમજી ગઈ કે આવનાર પુરૂષ ભોટ છે. તેણે ફરીવાર પરિક્ષા કરવા માટે ગુલાબના ફુલથી ભરેલી છાબ દાસી સાથે મોકલાવી એટલે બાદશાહે તે છાબ લઈ પલંગ ઉપર ઠલવી પાછી આપી. દાસીએ અંદર જઈ તે હકીકત કહી એટલે શેઠાણીએ પોતાનું કપાળ કૂટી કહ્યું “શું આવો નરપશુ મ્હારા સહવાસ યોગ્ય છે? લે આ છેલ્લી પરિક્ષા. આ અતલસના તાકાની ઘડી ઉઘાડી મસળી નાંખી એને પાછી ઘડી કરી આપવાનું કહે.” બાદશાહે ઘણીએ માથાફોડ કરી પરંતુ ઘડી ન થવાથી કંટાળી જઈ તે તાકાને તેણે જમીન પર ફેંકી દીધો. દાસીએ તાકો ઉપાડી લઈ શેઠાણીને એ સમાચાર જઈ કહયા. એટલે તે ગુસ્સે