પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રીય વાંચક ! શહેનશાહ અને બીરબલ વચ્ચે અનેકવાર અનેક ચાનાક આપનારી અને શિક્ષણ આપનારી વારતાઓ થઇ છે તે વારતાઓનો એટલા બધો ભંડાર ભરપુર ભર્યો છે તે ઉલછતાં ખુટે એમ નથી. આ ભંડારમાંથી જે સાર ગ્રહણ કરવા લાયક વસ્તુઓ મળી આવી છે તે વાંચક તારી સન્મુખ રજુ કરૂં છું.

-૦:૦-
વારતા ૧ લી
-૦:૦-
ઠગવા જતા ઠગાણી.
મધર મકોર હરાય કાઠી, તાસં બુદ્ધી ત્રીયાકી માઠી.

અકબરનાં અમલમાં દહાડે દહાડે બીરબલનું માન વધતું ગયું. તેમજ રાજા પણ બીરબલના જ્ઞાન બળથી અંજાઈ જવાથી પોતાના સ્નેહીઓની માફક તેને સદા ચાહતો હતો. બીરબલ પ્રત્યે અકબરનો ઘોડો પ્રેમ જોઇ અદેખાઓના દુષ્ટ અંતકરણમાં આગ સળગી ઉઠી. આ આગ ઓળવવાને અદેખાઓએ કાંઇ કચાસ રાખી નહોતી. આવા દુરાચરણીઓની દુષ્ટ ચાલ જોઇને અકબરે તેઓને અનેકવાર તેમ નહીં કરવાને શખ્તની સખ્ત ચેતવ્ણી આપી ધુળ ભેગા કરી નાખ્યા હતાં. છતાં શેઠની શીખામણ ઝાંપા સુધી, કુતરાની પુંછડી ગમે તેટલીવાર જમીનમાં દાતો તોપણ વાંકી ને વાંકીજ, પડી ટેવી તેતો ટળે કેમ ટાળી. એ કહેતીને અનુસરીને તે અદેખાઓ પોતાની અદેખાઈની આનેશને ઓળવવા માટે વારંવાર હુરમ સાહેબના કાન ભંભેરતા કે, 'નામદાર ! જેમ એક જાદુગર પોતાની કળાથી જોનારના ચીતને ચોરી લે છે, તેમ આ બીરબલે પોતાની કળારૂપી જાદુના યોગે કરીને બાદશાહને આંજી નાખ્યો છે. બાદશાહ બીરબલ બીરબલ પોકારી રહ્યો છે, બીરબલ કહે તેજ ખરૂં. એમ આપના ભાઇને વજીરાત મળેલી જોઇ ઘણા ખુશી થયા હતા. પણ તે ખુશી ક્ષણવારમાં પાણીના પરપોટાની પેઠે નાશ પામી. આ જોઇ આખી સભા દુખમાં ડબાઇ ગઇ. એટલું જ નહીં પણ ભરસભાની અંદર આપના ભાઇને દીધેલો વજીરનો ઓછો છીનવી લઇ બીરબલને આપ્યો. એ થોડું અપમાન ! એ અપમાન અમને થયું નથી ! પણ આપના નામવરને થયું છે ? આનો વિચાર તમારે કરવાનોજ છે, આનો બદલો કેમ વાળવો તે તમારા હાથમાં છે. જ્યાં સુધી તમે બીરબલની સત્તા છીનવી લેશો નહીં ત્યાં સુધી તમારા ભાઇની ચઢતી કળાનો કદી ઉદય થનાર નથી ?' પોતાના ભાઇનું આવી રીતે અપમાન થયેલું સાંભળીને બહુ ખેદ પામી, વિચાર રૂપી સાગરમાં ડુબી ગઇ. પોતે હાથ પછાડીને કહ્યું