પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે, 'આજે ભાઇનું અપમાન તો કાલે મારૂં અપમાન કરાવશે તો પછી મારે શું કરવું ? માટે વેરનો બદલો લેવો જોઇએ.'

એક દહાડો રાજા હુરમના મહેલમાં ગયો અને હુરમના કોમળ કંઠમાં હાથ નાંખી વીનોદની વાતો કરતો કરતો રતી રંગ રણ ભુવનમાં દાખલ થઇ આનંદની મોજ લુંટવા લાગ્યો. આ લીલાની તાનમાં તલ્લીન બનેલા રાજાનું મન હરી લઇને બીરબલને પાણીચું આપવાની યુક્તી રચીને તે બોલી કે, 'આપ આવી રીતે મને ચાહો છો અને પ્રીતીના પ્રવાહમાં ખેંચવા માટે મારી મનકામના પુરણ કરો છો, છતાં તેવા ઘાઢા પ્રેમના પ્રમાણમાં મારા મનને રમાડવામાં બહુજ ભેદ રાખોછો. આ શું ખોટું છે ? શું તમે સ્વાર્થ જેટલી સગાઈ રાખતા નથી ? આને સાચો પ્રેમ કોણ કહેશે ? એ શુદ્ધ પ્રેમની ખુબીનો પ્રકાશ ક્યાં છે? તમે ગમે તેમ મલકાંઓ પણ તમારા રદય મંદીરમાં વાસ કરી રહેલા શુદ્ધ પ્રેમનો પ્યાલો પીવાને હજુ હું નશીબવંત બની નથી. તો પછી આજ વૈભવને શું કરવાનો છે ? આ અમોલીક અલંકારો શું કરવાના છે ? એનો પ્રપંચી પ્રેમને આભારી છે. આવા પ્રપંચી પ્રેમનું સેવન કરવા કરતાં આ પ્રાણને પરલોક પાઠવી દેવો એ વધારે સારૂં છે.' આ પ્રમાણે હુરમે અનેક તરેહનાં ચરીત્રો કરી બતાવી રડવા લાગી. આ તરેહનો દેખાવ જોઇ રાજા અકળાઇ જઇ હુરમના મનને જીતી લેવા માટે અનેક યુક્તી રચીને કહ્યું કે, 'અહો દીલબર ? જરા આમ જો, મનની ઉદાસીને ઉરાડી નાખ ? આમ શા માટે અકળાય છે ? આ પ્રાણ તારા છે તારા પ્રાણ મારા છે, હું તને ચાહું છું અવરને ચાહતો નથી, છતાં કટુ વચનો કહી મારી છાતી શા માટે ભેદી નાંખે છે ? અટક હોય તો કાઢી નાંખ, અટકમાં, હું તારા દુખી દીલનું ઓશડ કરવા તત્પર છું, તો પછી શા માટે મનનું દુખમાં મનમાં સમાવે છે.' રાજાનાં આવાં વચનો સાંભળતાંજ રાણી તરત બોલી ઉઠી કે, હવે બસ કરો, બહુ થયું, આમ મીઠું મીઠું બોલી મને શું સમજાવો છો ? હું તો કેદીની સમજી ચુકી છું કે તમારી આગળ કશુંએ ચાલનાર નથી. જો તમે મારા માન મર્તબાની કદર બુજી હોત તો શું મારા ભાઇને આપેલો ઓદ્ધો પાછો છીનવી લેત ? જો મારા મનને રાજી રાખવું હોત, અને મને ખરા અંતઃકરણની લાગણીથી ચહાતા હો તો એકદમ બીરબલને આપેલો ઓદ્ધો છીનવી લઇ મારા ભાઇને આપો ? જો આમ નહીં કરો તો હું તરત ફાની દુનિયાનો ત્યાગ કરી દઇશ !' રાણીના આવા કઠોર શબ્દો સાંભળતાંજ રાજા દીગમુંઢ થઇ ગયો, અહા ! સ્ત્રીઓ કેવી અવર ચંડીલીઓ હોય છે ? કેવળ પોતાનો સ્વાર્થ સાધવા સારૂં સારા નરસાનો જરા પણ વીચાર ન કરતાં સર્વનું અકલ્યાણ કરવા યત્ન આદરે છે ? ધીકાર છે સ્ત્રી હઠને ? ભલે તેની હઠ પાર પમાડે તેની તલભાર પરવા નથી ? એક જશે તો એકવીશ આવશે, પણ તેની હલકી હઠને આધીન થઇ બીરબલ જેવા રત્નોનો તીરસ્કાર તો હરગીશ કરનાર નથી ? ક્યાં હાથી ને ક્યાં ઘોડો ? ક્યાં ગુણી ને ક્યાં અવગુણી ? રાંડોથી રાજ રહી શકે