પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની પુત્રીના આ ધીરજવાળા અને નીતિયુક્ત વચનો સાંભળી બીરબલે કહ્યું કે, 'વ્હાલી પુત્રી ! તું જે કહે તે સર્વ ખરૂં છે ! પુછતાં પંડિત થાય છે એમાં જરા પણ શક નથી. એમ કહી દરબારમાં બનેલી હકીકતથી વાકેફ કીધી. આ સાંભળી છોકરીએ કહ્યું કે, 'એમાં શી મોટી વાત છે ? આ બીશાત વગરની વાત માટે આટલો બધો શોક ? હવે જરા પણ ઉદાસ થશો નહી. આજથી પંદર દીવસની અંદર તે વાર્તાનું સમાધાન કરીશ !' પોતાની દીકરીની વીસાળ બુદ્ધિની ખાત્રી થવાથી બીરબલ શોક રહિત બની દરબારી કામમાં રોકાયો.

બીરબલની છોકરીએ જુદી જુદી જાતના પોપટો ખરીદી તેને શીખવવા લાગી. પોપટ બરાબર બોલતા શીખી હુંશિયાર થયેલા જાણી પોતાના કામમાં આવે એવા શબ્દો મુખપાઠ કરાવવા લાગી કે, 'ઇંટો લાવ, ચુનો લાવ, લાક્ડાં લાવ.' આ પ્રમાણે પોપટને પ્રવીણ થયેલા જાણી છોકરીએ બીરબલને કહ્યું કે, 'પિતાજી ! કોઇ જાણી ન શકે તેમ હવાવાળા એક મહેલનાં ઉંચા મજલાવાળા ઓરડામાં આ પોપટોને યુક્તિથી છુટા રાખી બારી બારણા બંધ રાખજો. જે શાહના મેહેલ માટેનો આ પોપટોજ ખુલાસો કરી દેશે. પરંતુ આ વાત કોઇના જાણવામાં ન આવે આ બળદની ખુબી તો આપે જાણી લીધી હશે એટલે વધુ જણાવવાની હું જરૂર જોતી નથી. એમ કહી પોપટો બીરબલને દીધા.

આ પોપટોને બીરબલે શાહના એકાંત મહેલના પાંચમે માળે છુટા મુકી દીધા. મહેલમાં છુટા થતાંજ ઉડી ઉડી મહેલના ઉંચા ભાગ પર બેસી શીખવવા પ્રમાણે બોલવા લાગ્યા. આ જોઇ બીરબલે શાહ આગળ જઇને કહ્યું કે, 'હજુર ! અધર લટકતો મહેલ બાંધવા માટે કારીગરો અધર જઇ ઉતાવળા થઇ કહે છે કે ઇંટો લાવો, ચુનો લાવો, લાકડાં લાવો. એમ વારંવાર બુમો મારે છે. માટે હવે જરા પણ ઢીલ ન કરતાં જલદીથી કડીઆ સુથારો અને મજુરોને ઇંટો ચુના સાથે અધર મોકલી આપો. શાહે કહ્યું કે, 'જ્યાં સુધી મીસ્ત્રીનું આવું બોલવું હું સાંભળું નહી, ત્યાં સુધી કશો હુકમ કરી શકતો નથી.' આ સાંભળતાંજ બીરબલે તરત શાહને એકાંત ભુવનમાં લઇ જઇ શાહના મનની ખાત્રી કરી આપી.

ઉપરા સાપરી અવાજ થતા સાંભળી શાહ અચરત પામી મન સાથે વીચાર કરીને બીરબલને કહ્યું કે, 'બીરબલ ! કડીયા સુથાર મજૂર અને ઇંટ ચુનો લાકડાં વગેરે અધર શી રીતે પહોંચાડવાં ?

બીરબલે કહ્યું કે, 'સરકાર ? જો તેઓ પહોંચતા ન કરી શકે તો અધર લટકતો મહેલ કેમ તૈયાર થઇ શકશે ? આ મહેલ બાંધવાનાં સાધનો અધર મોકલી શકાતા નથી તો પછી મારે ક્યાં સુધી બેસાડી પગાર આપવો ? આ બધો ખરચ રાજની ત્રીજોરીની માથે છે તેમાં લાભ