પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ નગરમાં એક રૂપીઆ (રૂપવંતી) નામની ગુણકા બહુજ પ્રમાણીક અને એક વચની હતી તેની તે પરીક્ષા કરવા માટે બીરબલે મનમાં કરી ને પોતાના એક સીપાઈને રૂપીઆ પચાસ આપીને કહી મોકલાવ્યું કે, ‘આજ રાતે તમારે ત્યાં આવનાર છું. માટે સઘળી પ્રકારની ગોઠવણ કરી રાખજો.’ સીપાઈ તેને ત્યાં જઈ તેના હાથમાં રૂપીઆ આપી સઘળી હકીકત કહી. આ હકીકત સાંભળી લઈ તે ગુણકાએ તે સીપાઈને કહ્યું કે,' તમારા સરદારને કહેજો કે આજની રાત્રીએતો આપનીજ હું વેચાણ થઈ ચુકી છું માટે મરજીમાં આવે ત્યારે પધારવું.' પછી તે ગુણકાએ બધી ગોઠવણ કરીને બારીએ બેસી નવા પ્રેમની આવવાની રાહ જોતી બેઠી. અગીઆર વાગી ગયા તોપણ નવો શેઠ આવ્યો નહીં. ગુણકાને ઉંઘ આવવાથી તે પલંગની નીચે સુતી. એટલામાં બીરબલે આવી દરવાજા ઠોક્યા, ગુણકાએ તરત ઉઘાડી તેનો હાથ પકડી માન સહીત પલંગ ઉપર બેસાડ્યો. હવે આ ગુણકા કેવા ગુણવાળી અને કેવા ખાનદાનવાળી છે તેની પરીક્ષા કરવા માટે બીરબલે તરત ગુસ્સો કરી ચાબુક હાથમાં લઈને એક ઝપાટો લગાવ્યો. તે જોઈ તે ગુણકાએ કહ્યું કે, 'નાથ ! મારા અપરાધને ક્ષમા કરો.' છતાં પણ તેની પરવા ન કરતાં તેણે બીજા દસ ફટકા સપાસપ ખેંચી કાઢ્યા. તોપણ તે પ્રમાણીક ગુણકાએ બીરબલનું મન દુખવ્યું નહીં. અને જેમ ઘરની સ્ત્રી પતિ સાથે વરતે તેમ બીરબલ સાથે હાવભાવથી વરતી, વીલાસાદી રંગોમાં રમાડી બીરબલના મનને આનંદ આપી સહવાર પડતાં બીરબલને જવાની રજા આપી.

ચોથે દહાડે ફરતો ફરતો બીરબલ એક કુટીલા નામની ગુણકાના ઘરની નીચે આવી આગો તે જોઈ ગુણકા લલચાણી અને આ કોઈ માલદાર છે તેથી લુટવાને ઠીક બનશે આવો વીચાર કરીને તેને બીરબલને આંખ મારી. બીરબલ તરત ઉપર ગયો. વાતચીત કરતાં તે કુટીલ ગુણકાએ કહ્યું કે, ' માત્ર રાતના વીસ રૂપીઆ લઉં છું. પછી આપ આપો તે ખરા.' બીરબલે તેના હાથમાં દશ રૂપીઆ આપીને કહ્યું કે, આજ રાતે હું આવીશ.' એમ કહી તે પોતાને મુકામે ગયો. રાત પડી, બીરબલ તે કુટીલાને ત્યાં ગયો, તેના ઘરના બારણા બંધ જોયા, તેણે ખુબ જોરમાં ઠોક્યાં, તે આ સમે પોતાના યારોને સમજાવતી હતી, બીરબલને આવેલો જાણી તરત તેણે પોતાના યારોને એક બાજુ સંતાઈ જવાને કહીને કહ્યું કે,' હું ઈસારત કરૂં એટલે આવજો.' એટલું કહી તેણે તરત દરવાજા ઉઘાડી બીરબલનો હાથ ઝાલી પલંગપર લઈ જઈ કાળી આંખ નચાવવા લાગી. નખરાથી નાચી રહેલી તે ગુણકા નાચતી નાચતી અને પહેલા સંતાડી રાખેલા આશકોને ઇસારો કરતી ઘરની બહાર નીકળી ગઈ. આ જોઈને તે આશકો વરૂઓની પેઠે બીરબલના અંગ ઉપર ધસી આવ્યા અને તેના બધા દાગીના ઉતારી લઈ તે ગુણકાને આપી નહાસી ગયા. ગુણકાએ તે દાગીનાઓને એક બાજુ સંતાડી લઈને મહોટેથી બુમો મારવા લાગી કે, 'કોઈ દોડોરે દોડોરે ! મારા ઘરમાં ચોર પેઠો છે, મને મારવાથી મારો જીવ બચાવીને હું બહાર નીકળી આવી છું. મારી દોલત લુટી જશે