પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માટે કોઈ પકડોરે પકડો! આ દુષ્ટાની બુમ સાંભળી આસપાસના લોકો અને સીપાઈઓ ઉપર ચઢી આવીને કહ્યું કે, 'ચોર શી રીતે દાખલ થયો ? છે કે પલાયન થઈ ગયો છે ?' તે ગુણકાએ કહ્યું કે, 'હજી ઘરમાં જ છે.' તરત સીપાઈઓ ઘરમાં દાખલ થઈ બીરબલને બાંધી લઈ ચબુતરા ઉપર લઈ ગયા. બીજે દીવસે કોટવાળ બીરબલને લઈ રાજા સમીપ ઉભો કરીને કહ્યું કે, 'આ ચોરે રાતે ચોરી કરી છે તે માટે આપ શું કહો છો ?' તેની કાંઈ પણ તપાસ ન કરતાં રાજા એ તેને શુળીએ ચડાવવાનો હુકમ દીધો. હુકમ થતાં જ કોટવાળ બીરબલને શુળી દેવા લઈ ચાલ્યો. પછી કોટવાળને બીરબલે કહ્યું કે, 'જો તમે મને હું કહું તે ઠેકાણેથી લઈ જશો તો તેના બદલામાં તમને રૂપીઆ સો આપીશ.' કોટવાળે તેની વાત કબુલ કરી. બીરબલ તરત તે અંધ શેઠની પાસે જઈને કહ્યું કે, 'બીન અપરાધે રાજાએ મને શુળીની શિક્ષા કરી છે. તેનું મને જરા પણ દુઃખ લાગતું નથી, પણ તમારૂં દેવું રહી જશે તેનું જ મને દુઃખ લાગે છે. જો તમારે તમારા રૂપીઆ મેળવવા હોય તો બીજા બે હજાર રૂપીઆ રાજાને આપી મને છોડાવો.' આ સાંભળતાજ શેઠે આંખ ચઢાવીને કહ્યું કે, 'સરસ પોશાકી દેખકે, કબુન ધરીએ પાય, પીછે સોબત કીજીએ, પહેલી દેખ સ્વભાવ. મિત્તસે ચિત્ત મિલાવે; નહીં તો ખત્તાં હજાર પલકકે બીચમેંખાવે, કથે સો કવિયું કાન હીન દીજે ત્યાગી કબુ ન ધારીએ પાવ દેખકે સરસ પોષાકકી.' એટલું કહી તે શેઠે બીરબલને ધકા મારી બે ઈજત કરી કાઢી મુક્યો. બીરબલ ત્યાંથી નીકળી દયારામ શેઠની પાસે જઈ રડી પડી આંખમાં આંસુ લાવી કહ્યું કે, ' જો તમે બે હજાર રૂપીઆ ખરચ કરશો તો મારા પ્રાણ બચશે ! તમારા ખોટાં થતાં નાણાં તમને મળશે ? ત્રીશ હજાર રૂપીઆની હુંડી પણ આવી ગઈ છે તેનું પણ શું થશે તે પણ કહી શકતો નથી ? ' શેઠે વીચાર કરીને મનમા કહેવા લાગો કે, 'મારી કીસ્મતમાં જો તે લખેલા હશે તે ગમે તે રીતે મળશે જ ? માટે બીજા હજાર ખરચી એને છોડાવવો જોઈએ ? કારણ કે તે મારે આશરે આવી આશરો માગે છે. માટે તેને નીરાશ કરી કાઢી મુકવો એ મારા જેવાને લાંછનરૂપ છે.' આવો વીચાર કરીને તેણે કોટવાળના હાથમાં પચાસ રૂપીઆ મુકીને કહ્યું કે, ' હું રાજા પાસે જઈ આવું નહીં ત્યાં સુધી તમારે તેને શુળીએ ચઢાવવો નહીં.' કોટવાળે તે વાત કબુલ રાખી. એટલે દયારામ શેઠ રાજા સમીપ આવીને કહ્યું કે, 'આપે તપાસ કર્યા વગર જે માણસને શુળીની શીક્ષા કરી તે શું ધર્મ ન્યાય નીતીથી ઉલટી નથી? તેની તપાસ કરી ન્યાય કરો. ન્યાયમાં તે અપરાધી ઠરશે તો તેનો દંડ આપવા તત્પર છું.' આ શેઠના આવા શબ્દો સાંભળતાંજ રાજાએ અપરાધીને પાછો બોલાવવાનો હુકમ કીધો. હુકમ થતાંજ સીપાઈઓ છુટ્યા. ઝપાટા બંધ વધસ્થાને દોડી જઈ અપરાધીને બોલાવી લાવી રાજા સમીપ ઉભો કીધો. બીરબલે તરત અકબરના હાથનો લખેલો પત્ર રાજાના હાથમાં આપ્યો. રાજાએ તે પત્ર વાંચીને બીરબલને પૂછ્યું કે, તે પાંચે વસ્તુઓ ક્યાં છે?' બીરબલે કહ્યું કે, 'મહારાજ ! ધનના મદથી અંધ બનેલા શેઠને, કુટીલા ગુણકાને અને