પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા તેત્રીસમી
-૦:૦-
બે સ્ત્રીઓનો ઝઘડો
-૦:૦-

એક દીવસે રાજા દરબાર ભરી બેઠો છે. એટલામાં જસોદા નામની એક નારી આવીને વીનયથી પોતાની ફરીયાદ રજુ કરી જણાવ્યુ કે, અહો, અદલ ન્યાયવંત બીરબલ ! હાલમાં આપના નગરમાં આઠ દીવસ થયા હું અને મારો પતી ખેમચંદ અમારા શહેરથી રહેવા આવ્યા છીયે. અમારી સાથે અમારી જાતવાળી રાધા નામે એક બીજી સ્ત્રી પણ આવેલી છે. તે આજ ચાર દહાડા થયા મારી સાથે કજીઓ કરે છે કે ખેમચંદ મારો પ્રાણપતી છે. માટે તું મારા ઘરમાંથી બહાર જા. આ ફરીયાદ સાંભળી બીરબલે રાધાને બોલાવી પુછ્યું કે, 'જસોદા જે કહે છે તે શું ખરી વાત છે ?' રાધાએ કહ્યું કે, 'જસોદાએ જે કાંઇ કહ્યું છે તે બધુ ખોટું છે. અને મારી ઉપર તરકટ કરે છે, ખેમચંદ મારો ધણી છે પણ જસોદાનો નથી. આ બંનેની તકરાર સાંભળી લ‌ઇ બીરબલે પટાવાળાને આજ્ઞા કરી કે, ખેમચંદને બોલાવી લાવ એટલે તેને બધું પુછી જોઇએ. બીરબલનો આવો હુકમ સાંભળી આ બંને જણીઓ બીરબલને કહેવા લાગી કે, ' સાહેબ ખેમચંદને પુછશો નહીં. કારણ કે તેનો જેની ઉપર વધારે પ્રેમ હશે તેનું તે નામ લેશે. તેથી અમો બેમાંથી એક નીરપરાધી અબળા મારી જાશું.

આ વાત બીરબલને ઠીક લાગી. તેથી ખેમચંદને ન બોલાવતા રાધાને પુછ્યું કે, ' ખેમચંદના શરીરમાં શી શી નીશાનીઓ છે તે તમે જાણતા હોતો કહો.' રાધાએ કહ્યું કે, 'તે માટે હું કશુએ જાણતી નથી.' પછી બીરબલે જસોદાને પુછ્યું કે, ' તમે જાણતા હોયતો કહો.' જસોદાએ કહ્યું કે, ' તેના શરીરમાં અમુક અમુક બે નીશાનીઓ છે. એના મંદવાડ વખતે એની ચાકરી પણ મેં કીધી હતી, એની દવાના પૈસા પણ મેં ડાક્ટરને આપ્યા છે, અને તેના દુઃખ ઉપર ડાક્ટરની સલાહથી ગંધક ખવરાવ્યો તેના દામ પણ મેં મહેનત મજુરી કરી દીધા છે.' બીરબલે જસોદાને પુછ્યું કે, 'ગંધક ખવરાવે કેટલું થયું ?' જસોદાએ કહ્યું કે, 'અહીંયા આવ્યા પછીજ ગંધક ખવરાવવો બંધ કીધો છે.' પછી બીરબલે કોઈ ન જાણે તેવી રીતે ખીમચંદને બોલાવી તેના શરીર પરની નીશાનીઓ તપાસી જોઇ તો જસોદાના કહેવા મુજબ મળી. તોપણ બીરબલે વિચાર કીધો કે એટલાજ ઉપરથી કોઇનો ધણી ઠરાવી દીધો એતો ઠીક કહેવાય નહીં. કારણ કે કોઇ બાયડી ચંચલ હોય તો તે નીશાની યાદ રાખી શકે. માટે એટલા ઉપરથી ઇન્સાફ કરવો વાજબી કહેવાય નહીં. તેથી તેનો વધારે તપાસ કરવો જોઇએ.' આવો વિચાર કરીને બીરબલે ખીમચંદને હુકમ કીધો કે, 'દરબારથી એક હજાર હાથ છેટે જ‌ઇને તમારામાં જેટલી શક્તી હોય તેવી દોટ મુકતા દરબારની પાસે આવીને ઉભા