પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
વિભ્રમ અંગ


શ્વાના સ્વપચ ગૌ બ્રાહ્મણ જોય, રામ થકી અળગો નહી કોય;
તત્ત્વ એક ને ચૈતન એક, નામા રૂપ ગુણ કર્મ અનેક;
આપે આખા ચલાવે ખેલ, એમ સમજતાં પડે ઉકેલ. ૩૬૯

ઉંચ ખરા તે ઉંચ ન જાણ , નીચ તે નોહે નીચ નિર્વાણ;
ઉંચમાં રામ બમણો નથી ભર્યો, કીચ પિંડ ઠાલો નથી કર્યો;
કહે અખો સ્વપ્નામાં બક્યો, જેમ છે તેમ જોઈ નવ શક્યો. ૩૭૦

મૂળ સૂજ જેને ઉપજે, ટેન આર કાંઈ ભજે ના કે તજે,
માલ જોઈને વોરે ઘાટ, અધિકું ના ગણે નખશિખ માટ;
આખા સઘળો મોહવ્યાપાર, જોતાં વસ્તુ વિચારે પાર. ૩૭૧

ક જ્ઞાની ને બીજું નાવ, તર્યા તર્યાનો બેને ભાવ;
ભૂપતિ ભિખારી ગર્દભ ગાય, ચેતન જાણી તાર્યા જાય;
આદ્ય અંત ન ગણે ને વહે, અખા વસ્તુ વિચારે રહે. ૩૭૨

ર્વાતીત સર્વ રૂપે સદા, એવું ચેતન સમજો સદા;
તેમાં આવ્યા ચૌદા લોક, અદકું ઓછું થઈ ગયું ફોક;
અખા મોટા તે અંહુભવા વડે,હૈયે ઉપાધ્ય કરવી નવ પડે. ૩૭૩

કાં પરોક્ષ જુવે પરમેશ, તે રહેશે આપોપું શેષ;
ભાવાંતરનો પડિયો ફેર, અહંભાવા મોટું અંધેર;
અહં બ્રહ્મ સત્ય માનો ભાવ,ત્યારે અખા સ્વતંત્ર જા સાવ. ૩૭૪

હં બ્રહ્મ રોપી રહે થંભ, પ્રાત્યે પરમેશ્વર ઉગ્યો શંભ;
સદા સર્વદા ચાલ્યું જાય, તું અણછતો ઉભો શાને થાય;
અખા તપાસી જો તું તુંને, તને જડે બારા જે ભૂલ્યો કને; ૩૭૫

વેદ વચન માને સત્ય કરી, આપોપું સાંભળે ફરી;
એ મૂકી થઈશ મા ભલો, તો વલોણે પડશે વલઓ;
નહીં પામો આતમ નવનીત, અખા આણ્ય તું નીજ પરતીત. ૩૭૬

પુણ્ય રાખે નવા જાએ પાપ, અગ્નિ રાખ્યો તો રાખ્યો તાપ;
જોત્ય કરે પણ લાગે ઝાળ; શોભે તેમ વધે ઝંઝાળ;
અખા તે માટે વસ્તુ વિચાર, જે હસત રમતો પામે પાર. ૩૭૭

સ્તુ વિચારે એટલો લાભ, નિર્વિકાર સદા રે આભ;
કોટો બ્રહ્માંડ ઉદરમાં રમે, આપ આયાસ નહીં કો સમે;
અચવ્યો લક્ષ એવો ચે સદા, અખા નોહે દ્વૈત આપદા ૩૭૮