પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. કહું રે સામા તારે સાંઢ છે કેટલી, ઉતાવળે જે ચાલે; મચ્છરાયની સુતાને આણું કરી, આવે કાલ સવારે. હા સ્વામી સાંઢ છે મારે, ત્યાં વહાણાં એરી જાયે; ઉત્તરાને તેડી આવતાં તે, કાલ સબ્યાકાળ જ થાયે. રાયા વાણી મેલીયા, સુષુો રાજાજી વાત; જાવું છે કેાસ સાતસા, તે કેમ આવે ઉત્તરા પ્રાત.* વળી રખારી તેડ્યો, દેવા જેનું નામ; અરે દેવા તારે સાંઢા કેટલી, કરે ઉતાવળુ કામ. દેવા કહે હુ પાળુ સ્વામિ, સાએક સાંઢ તમારી; કાલ મધ્યાને આણી આપુ, વૈરાટ રાજકુમારી. ત્રીજો ખરી ગાંગે નામે, તેને પૂછ્યું તેડી; અલ્યા તારે સાંઢ છે સખળી, જોઇ છે કેદી ખેડી. સ્વામિ સહસ્ર એક છે મારે, કેસરી નામે કહાવે; ઉત્તરાને તેડી લાવતા કાલ, પાહાર દિવસમાં આવે. વળી રબારી ચાથા તેડ્યો, રાયકા એવું નામ; તે આવી ઉભા રહ્યો ને, કર્યો દંડ પ્રણામ. કહે રાયકા તારે સાંઢ કેટલી, કહે હીડે વેહેલી વેહેલી; મચ્છસુતાને આણું કરી, આવે વહાણું વાતાં પેહેલી. હા,સ્વામિ ત્રણ સદ્ગુસ્ર રાખું છુ, રાયકા મેલ્યા વાણી; મનવેગી તે પવનવેગી, કંઇ તમને નથી અજાણી. પૂર્વથી જો પશ્ચિમ મૂકું, એક દિવસમાં જાય, ચાલ તા ચિત્રાના સરખી, તેના પૃથ્વી ન અડકે પાય.

  • મનવેગીની સાથે કહેા તા, ઐરાવત જે હાથી;

વનવેગીની સાથે કહેા તા, સૂર્ય અશ્વ અનુરાગી. અહીં આણું ઉત્તરા વધુને, રાતે પાછલી પેાહેર; જીએ કારજ કેવું કરું છઉં, નહીં પ્રકટે સૂરજ કાર. એવું કહીને વળ્યા રબારી, રાયની શિક્ષા લીધી; મનવેગીને ઘેર જઈને, શીઘ્ર સાંતરી કીધી. 19 ‘ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૧ ૧૯

  • મામી કડી પ્રા. કા. માં નથી. ↑ પા પ્રા. કા. “મનવેગીને નાકે જો, ઐરાવત હસ્તી જોડો;

પવનવેગી વાદે મા, સૂર્યકેરા ધાડા,”