પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વામન ચરિત્ર. કડવું ૧ લું-રાગ આશાવરી. અપરિમિત કવિ હુવા આગે, તુજ શરણ આવ્યા જેહ રે; કૃપા કીધી ને મુદ્ધિ દીધી, સિદ્ધ કીધા તેહ રે. બ્રહ્મતનયા ભાવથી, રાવ સુણીએ માત રે; દીન દુર્બળ દાસ તારા, તુ મેલ મસ્તક હાથ રે. હંસવાહિની હાસ્ય વની, શ્વેત અંબર સાહે રે; કમળભૂની, કમલનયની, તું કૃપા દૃઢે જાય રે. એક હસ્તે કનક કલશ, સુધા પૂર્ણ પ્રમાણુ એક હસ્તે અક્ષય માલા, સ્થાટિક મણીની જાણ રે. એક હસ્તે ધરે વિણા, એકે પુસ્તક હાથ રે, મુગટ માળા મનહર, વરદાયીની વિખ્યાત રે. વર્ણન માતા તુજ તણું, એક મુખે કેમ કહેવાય રે; સહસ્ર જિહ્વા શેષને, મુખ કહેતાં પાર ન થાય રે. મૂર્ખ મન ઈચ્છા ધરે, ચતુરાનન ચારે વેદ રે; તુજ કૃપા વિણુ કાણુ ગત, કાઈ પાર ન જાણે ભેદ રે. જેમ ઇચ્છે ચંદ્રમડલ, જેમ પતિત વાં” ગગ રે; નિર્ધન ચિતામણી ઇચ્છે, તેમ મને હિર જન સંગ રે. શ્રી ગણપતિ સરસ્ત્રતિ, નિશ્ચલ કરુણા સર્વે ૨; દયા કરા દાસને, જેમ ટળે મનના ગર્વ રે. હરિદાસ કરે। સગ મુજને, સદા વલ્લભ જે રે; જે તણે સગે કરીને, થાયે નિર્મળ દેહ રૂ. કથા એક કહું અતિ ઉત્તમ, વામન પુરાણે જે રે; ભાગવત અષ્ટમસ્કંધ મધ્યે, કહુ વિસ્તારી તે રે. વળણ. વિસ્તારપૂર્વક કહું કથા, શ્રીવામન ચરિત્ર રે; લટ પ્રેમાનંદ કહે કથા, ભક્તિ ભાવે થાય પવિત્ર ૨. ૩ e ટ્ ૧૦ ૧૧ ૧૨ પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં આપેલી વામનક્થામાં આ પહેલું કડવું નથી; પણુ તેને સ્થાને ગળાચરણની એ કડી નીચે પ્રમાણે છે,