પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

પા૦ ૭૬ : માતૃભક્તિ - જગતનાઅ સર્વે જ્ઞાન અથવા સંતતામાં શ્રેષ્ઠ પુરુષોનાં જીવનચરિત્ર જોતાં, તેમનો માતાપિતા અને ગુરુ પ્રત્યેનો અપાર પ્રેમ ધ્યાન ખેંચે છે. જેણે બાળપણમાં માતાપિતાની તથા ગુરુની અત્યન્ત પ્રેમથી સેવા કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યો. એ મહાપુરુષ થઇ શકે એવું જોવામાં નહિ આવે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, સહજાનંદ સ્વામી, સ્વામી નિષ્કુળાનંદ વગેરે સર્વે માતૃદેવ પિતૃદેવ કે ગુરુદેવ હતા. આ સર્વે સત્પુરુષો અત્યન્ત વૈરાગ્યનિષ્ઠ પણ હતા.

ઘણાકનું એવું માનવું છે કે પ્રેમ અને વૈરાગ્ય એ બે વિરોધી વૃત્તિઓ છે. એવી માન્યતામાંથી લખાયેલાં ઘણાં
૯૭