પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ-મહાવીર


પૂજાઓ અને આશાઓના સંસ્કાર એટલા બળવાન થઈ પડે છે કે બુદ્ધિને એના બંધનમાંથી છોડાવ્યા પછી પણ વ્યવહારમાં એનું બંધન છોડી શકાતું નથી; અને એવા મનુષ્યનો વ્યવહાર તે જગતને દૃષ્ટાંત રૂપ થતો હોવાથી જગત એ સંસ્કારોને વધારે જોરથી વળગી રહે છે. બુદ્ધના અનુયાયીઓ પણ વાદો અને પરોક્ષ દેવોની પૂજામાં જ પડ્યા,x


xદેવભક્તિમાંથી આદર ઉઠાડવાના આશયથી આ લખાયું નથી. આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે પરાવલંબનમાંથી સ્વાવલંબનમાં, અસત્યમાંથી સત્યમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનો માર્ગ રહ્યો છે. પણ ધ્યેય સ્વાવલમ્બનમાં, સત્યમાં અને જ્ઞાનમાં પહોંચવાનું હોવું જોઇયે, અને ભક્તિનો ઉદ્દેશ્ય ચિત્તશુદ્ધિ હોવો જોઇયે એ ભૂલાવું ન જોઇયે.

પૂર્વ કાળમાં થઇ ગયેલા અવતારી પુરુષો આપણને દીવાદાંડી જેવા છે. એમની ભક્તિ એટલે એમના ચારિત્રનું સતત ધ્યાન. એમની ભક્તિનો નિષેધ થઇ શકે જ નહિ; પણ જેમ અવતારો પરોક્ષ થતા જાય છે, તેમ એનું માહાત્મ્ય વધારે જણાય છે; તેમ ન થતાં આપણા કાળના સંત પુરુષોને શોધી તેમનો મહિમા સમજતાં આવડવો
૧૧૩