પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

તરફ પ્રેમભાવથી છલકાતું હતું. જીવવું તો જગતના કલ્યાણને માટે જ એમ એને લાગવા માંડ્યું હતું. કેવળ પોતે મોક્ષ પ્રાપ્ત કરવો એટલી જ ઈચ્છાથી એ ગૃહત્યાગ માટે પ્રેરાયો ન હતો, પણ જગતમાં દુ:ખનિવારણનો કોઈ ઉપાય છે કે નહિ એનો શોધ આવશ્યક હતો, અને તેને માટે જે ખોટાં જણાયાં છે એવાં સુખોનો ત્યાગ ન કરવો તે તો મોહ જ ગણાય એમ વિચારી સિદ્ધાર્થે સંન્યાસધર્મ સ્વીકારી લીધો.




૧૦