પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

પ્રસંગ આવતાં જ તારા મનમાં એ લોકો વિષે અનુકમ્પા ન આવતાં કંટાળો ઉત્પન્ન થયો ! સિદ્ધાર્થ, છોડી દે આ નબળાઇ. સુગંધી ભાતમાં અને હીન લોકોએ આપેલા આ અન્નમાં તને ભેદભાવ ન લાગવો જોઇએ. આ સ્થિતિ તું પ્રાપ્ત કરીશ તો જ તારી પ્રવજ્યા સફળ થશે." આ પ્રમાણે પોતાના મનને બોધ આપી વિષમદૃષ્ટિના સંસ્કારોનો સિદ્ધાર્થે દૃઢતાપૂર્વક ત્યાગ કર્યો.*[૧]

ગુરુની શોધ
કાલામ મુનિને
ત્યાં

૨. હવે એ આત્યંતિક સુખનો માર્ગ બતાવનાર ગુરુને શોધવા લાગ્યા. પહેલાં એ કાલામ નામે એક યોગીના શિષ્ય થઈ રહ્યા. એણે પહેલાં સિદ્ધાર્થને પોતાના સિદ્ધાન્તો શીખવ્યા. સિદ્ધાર્થ એ શીખી ગયા અને એ વિષયમાં કોઈ પણ કાંઈ પૂછે તો બરાબર એનો ઉત્તર આપી શકે તથા એની જોડે ચર્ચા કરી શકે એવા કુશળ થયા. કાલામના ઘણા શિષ્યો આ પ્રમાણે કુશળ પંડિતો થયા હતા, પણ સિદ્ધાર્થને કાંઇ આટલેથી સંતોષ થયો નહિ. એને કાંઇ અમુક સિદ્ધાન્તો ઉપર વાદવિવાદ કરવાની શક્તિ જોઇતી ન  1. *પાછળ 'સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ' એ નોંધ જૂઓ.


૧૨