પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


પાછી શોધ
ઉદ્રક મુનિને ત્યાં

આથી એણે કાલામનો આશ્રમ છોડ્યો અને ઉદ્રક નામે એક બીજા યોગીને ત્યાં ગયા. એણે સિદ્ધાર્થને આઠમી ભૂમિકા બતાવી. સિદ્ધાર્થે એ પણ સિદ્ધ કરી, એટલે ઉદ્રકે એને પોતાના જેવો જ થયેલો કહી બહુમાન આપ્યું.


પુનઃઅસંતોષ

૫. પણ સિદ્ધાર્થને હજુ સંતોષ થયો નહિ. આથી પણ દુ:ખરૂપ વૃત્તિઓને કેટલોક કાળ દબાવી શકાય, પણ સમૂળગો નાશ તો નહિ જ થાય.


આત્મપ્રયત્ન

૬. સિદ્ધાર્થને લાગ્યું કે હવે સુખનો માર્ગ એણે જાતે જ પ્રયત્ન કરીને શોધવો જોઇશે. એમ વિચારી એ ફરતા ફરતા ગયા પાસે ઉરુવેલા ગામમાં આવ્યા.


દેહદમન

૭. ત્યાં એણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તે વખતમાં એમ મનાતું કે તપ એટલે ઉગ્રપણે શરીરનું દમન. એ પ્રદેશમાં ઘણા તપસ્વીઓ રહેતા હતા. એ સર્વેની રીત પ્રમાણે સિદ્ધાર્થે પણ ભારે તપ કરવા માંડ્યું. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ અને ચોમાસામાં વરસાદની ધારાઓ સહન કરી, ઉપવાસો કરી એણે શરીરને

૧૪