પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


"હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરૂં માનશો નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ પણ જાણીને પણ ખરૂં માનશો નહિ. તર્કસિદ્ધ છે એમ જાણી ખરૂં માનશો નહિ, લૌકિક ન્યાય છે એમ જાણી ખરૂં માનશો નહિ. સુંદર લાગે છે એમ જાણી ખરૂં માનશો નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરૂં માનશો નહિ. પણ તમારી પોતાની વિવેક્બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે, તો જ તમે તેનો સ્વીકાર કરજો."


દિશાવંદન

૨. સવારમાં સ્નાન કરી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ અને અધ: એ, છ દિશાઓનું વંદન કરવાનો ઘણાકનો નિયમ હોય છે. બુદ્ધે એ છ દિશાઓનું વંદન નીચે પ્રમાણે બતાવ્યું છે :

સ્નાન કરી પવિત્ર થવું એ બસ નથી, છ દિશાને નમસ્કાર કરવાવાળાએ નીચેની ચૌદ બાબતોનો ત્યાગ કરવો જોઈયે :

૨૮