પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

તેલ, માખણ, દહીં, મધ અને ગોળ એટલાજ પદાર્થોથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો.

ત્યાર પછી રાજ્યના શ્રીમંત લોકો મોટમોટાં નજરાણાં લાવ્યા. પણ રાજાએ તેમને કહ્યું, 'ગૃહસ્થો, મને તમારૂં નજરાણું નહિ જોઇયે, ધાર્મિક કરથી ભેગું થયેલું મારી પાસે પુષ્કળ ધન છે. એમાંથી તમને જો કાંઈ જોઈતું હોય તો ખુશીથી લઈ જાઓ.'આ પ્રમાણે રાજાએ નજરાણું ન સ્વીકારવાથી એ લોકોએ આંધળા, લૂલા વગેરે અનાથ લોકો માટે મહાવિજિતની યજ્ઞશાળાની આસપાસ ચારે દિશામાં ધર્મશાળાઓ બાંધવામાં અને ગરીબોને દાન આપવામાં એ દ્રવ્ય ખર્ચ્યું.

આ વાત સાંભળી કૂટદન્ત અને બીજા બ્રાહ્મણો બોલ્યા, "બહુ જ સુંદર યજ્ઞ ! બહુ જ સુંદર યજ્ઞ !"

પછી બુદ્ધે કૂટદન્તને પોતાના ધર્મનો ઉપદેશ કર્યો. ઉપદેશ સાંભળીને એ બુદ્ધનો ઉપાસક થયો અને બોલ્યો, "આજે હું સાતસેં બળદ, સાતસેં વાછડાં, સાતસેં વાછડી, સાત્સેં બકરાં અને સાતસેં મેઢાંને યજ્ઞસ્તંભથી છોડી મૂકું છું.હું એમને જીવિતદાન

૩૮