પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

દેવયોગે શિલા તો એમના ઉપર ન પડી, પણ એમાંથી એક ચીપ ઉડીને બુદ્ધદેવના પગમાં વાગી. બુદ્ધે દેવદત્તને જોયો. એમને એના ઉપર દયા આવી. એ બોલ્યા, "અરે મૂર્ખ, ખૂન કરવાના ઇરાદાથી તેં આ જે દુષ્ટ કૃત્ય કર્યું તેથી તું કેટલા પાપનો ભાગીદાર થયો તેનું તને ભાન નથી."

૨૦. પગના જખમથી બુદ્ધને ઘણો વખત હરવા ફરવાનું અશક્ય થયું. ભિક્ષુઓને બીક લાગી કે દેવદત્ત વળી પાછો બુદ્ધને મારવાનો લાગ શોધશે. તેથી તેઓ રાતદિવસ એની આસપાસ ચોકીપહેરો રાખતા. બુદ્ધને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું, " ભિક્ષુઓ, મારા દેહ માટે આટલી કાળજી લેવાની જરૂર નથી. મારા શિષ્યથી બ્હીને મારા શરીરને હું સાચવવા ઇચ્છતો નથી. માટે કોઇએ ચોકી ન કરતાં પોતપોતાના કામે લાગી જવું."

હાથી પર
વિજય

૪.૨૧. કેટલેક દિવસે બુદ્ધ સાજા થયા. પણ દેવદત્તે વળી તેમને એક હાથી તળે ચગદાવી નાંખવાનો વિચાર કર્યો. બુદ્ધ એક ગલીમાં ભિક્ષા લેવા નીકળ્યા કે સામી બાજુથી

૫૬